રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો છુટાછવાયા હળવા ઝાપટાની આગાહી
જુન માસ વિતવા છતાં સૌરાષ્ટમાં હજી મેઘરાજાએ મહેર ઉતારતા જગતાતની ચિંતા વધી ગઇ છે. ભીમ અગિયારસનું સામાન્ય મુર્હુત સાચવવા બાદ મેઘરાજા અદ્રશ્ય થઇ ગયા છે. આજે સવારથી
સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જામનગર, જુનાગઢ અને ઉપલેટામાં વરસાદના ઝાપટા પડયા છે. રાજકોટમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે સિસ્ટમ મઘ્યપ્રદેશ તરફ ફંટાઇ જતા આજે સૌરાષ્ટમાં છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પર બબ્બે સિસ્ટમો સક્રિય થતા દક્ષિણ, ઉત્તર અને પૂર્વ મઘ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ પડયો હતો જો કે ગઇકાલ બપોરથી સિસ્ટમ મઘ્યપ્રદેશ તરફ ફંટાય જતાં મેઘરાજાએ વિરામ લીધો છે.
આજે સવારથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારે જામનગરમાં વરસાદનું જોરદાર ઝાપટુ પડી ગયું હતું. રાજકોટ જીલ્લાના ઉપલેટા શહેરમાં પણ વરસાદના ઝાપટાથી રાજમાર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. જુનાગઢમાં સવારે ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. રાજકોટમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
આજે સવાર પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમિયાન ડાંગ જીલ્લાના સુબીરમાં પર મીમી, ડાંગમાં ૨૪ મીમી, નિઝારમાં ર૧ મીમી, વિજયનગરમાં ૧૬ મીમી વરસાદ પડયો હતો.