હવે પેપરો પરિક્ષાની ૩૦ મીનીટ પહેલા પાસવર્ડ દ્વારા જ ખુલશેહવે પેપરો પરિક્ષાની ૩૦ મીનીટ પહેલા પાસવર્ડ દ્વારા જ ખુલશે
સીબીએસઇ ધો. ૧૦ – ૧ર ના પેપરલીક બાદ બોર્ડે પરીક્ષાને વધુ સુરક્ષિત બનાવવા નવો તુકકો લગાવ્યો છે. જેના ભાગરુપે પરીક્ષા પત્રોને ડબલ પાસવર્ડ વડે સુરક્ષિત કરવામાં આવશે. જુલાઇ ૧૬ થી રપ યોજાનારી ધોરણ ૧૦ ની કમ્પાર્ટમેન્ટલ પરીક્ષાની ચકાસણી પાયલોટ બેસ તરીકે કરવામાં આવશે. આ નવા ફેરફારોથી પ્રશ્ર્નપત્ર અને તેના પાસવર્ડ ૩૦ મીનીટ અગાઉ આપવામાં આવશે.
કેન્દ્ર પરિક્ષક યુનીક કોર્ડ ધરાવતા પેપરને ખોલી ૩૦ મીનીટ અગાઉ તેને પ્રિનટ કરી વિઘાર્થીઓમાં પ્રશ્ર્નપત્રોની કોપીઓ વહેચશે દરેક કેન્દ્રમાં યુનીક પાસવર્ડ સુરક્ષિત રહે માટેનો સુપરવાઇઝર રાખવામાં આવશે. તેમજ પ્રિન્ટ બાદના બેકઅપ માટે પણ નિયમો ઘડવામાં આવ્યા છે. પાયલોટ રન ૧૦૦૦ થી વધુ વિઘાર્થીઓ ધરાવતા વિષયો માટે કરવામાં આવશે પરંતુ ધોરણ ૧ર ના વિઘાર્થીઓને આ નિયમોમાંથી શા માટે બાકાત રાખવામાં આવ્યા છે?
જો ૩૦ મીનીટ અગાઉ પાસવર્ડ ખોલીને પ્રિન્ટ કાઢવામાં આવશે તો પણ પ્રિન્ટ કરનાર વ્યકિત પેપરલીક કરી શકે છે પાયલોટ રન એક વિષયમાં ૧૦૦૦ થી વિઘાર્થીઓ હોય તો જ કરાય છે. તો શું બાકીના વિષયોમાં ઓછા વિઘાર્થીઓ હોવાને કારણે ચોરી કરવાનું છૂટ અપાશે ? ખેર આ તુકકો વિઘાર્થીઓના હિત માટે છે કે બોર્ડના ? પેપરલીક રોકવાના હવાતીયામાં સીબીએસઇ કેટલું સફળ નિવડશે તે આવનારા સમય જ સુચવશે.
બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રશ્ર્નોપત્રોની સુરક્ષા વધવાથી વિઘાર્થીઓને હાશકારો મળશે. એપ્રિલમાં હાઇ પાવર કમીટી દ્વારા આ નિર્ણય લેવાયો છે. માટે મંત્રાલયે આ પાયલોટ રનને મંજુરી આપી છે, જેથી સિસ્ટમ સમજી શકાય અને તેમાં નવા પ્રકારના ફેરફારો લાવી શકાય હાલના પરીક્ષણ બાદ માર્ચ ૨૦૧૯ ની પરીક્ષામાં આ પઘ્ધતિ લાગુ કરવામાં આવશે.