મંજુર થયેલી ૧૧ જગ્યાઓ પૈકી ૯ જગ્યાઓ ખાલી રહેતા દ્વારકા પંથકને હાલાકી
આશરે પાંચ વર્ષ પહેલા સને ૨૦૧૩માં સ્વાતંત્રદિનના રોજ વિકેન્દ્રીત વહિવટના સિઘ્ધાંત અનુસાર અમલમાં આવેલ દેવભૂમિ દ્વારકામાં જિલ્લો બન્યા બાદ ક્રમશ: સુવિધા અને વિકાસના કામો થયેલ છે અને હાલમાં પણ ચાલુ છે. આમ છતાં આ નવનિર્મિત જિલ્લામાં યાત્રાધામ દ્વારકા અને દ્વારકા તાલુકાના ૪૨ જેટલા ગામડાઓ વચ્ચે આવેલ એકમાત્ર દ્વારકાની સરકારી હોસ્પિટલમાં હાલમાં લાંબા સમયથી તબીબોની નહિવત જગ્યા ભરાયેલી હોય સમગ્ર ઓખામંડળના ગરીબ તથા મધ્યમ વર્ગના પરીવારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય દ્વારકા નગરપાલિકાના પ્રમુખ જીતુભા માણેક દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી યાત્રાધામ દ્વારકામાં સ્થાનીય ૪૨ ગામડા તથા શહેરી વિસ્તાર તેમજ યાત્રાધામ દ્વારકામાં પધારતા ભાવિકોને લક્ષમાં લઈ આ વિસ્તારમાં હાલમાં મંજુર થયેલ ૧૧ જેટલા તબીબી નિષ્ણાંતોની જગ્યાઓની સામે હાલ માત્ર બે જગ્યા જ ભરાયેલ હોય વીસ ટકાથી પણ ઓછી સંખ્યાને લઈ સરકારી હોસ્પિટલનો વહિવટ સુવ્યવસ્થિત ચાલી શકે તે હેતુ અહીંની સરકારી હોસ્પિટલમાં ૧૧ પૈકીની ૯ ખાલી જગ્યા પર તાત્કાલિક નિમણુકો કરવામાં આવે તે માટે અનુરોધ કરાયો છે.