સુરતની એક નાબાલિક સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. આ મામલે કિશોરીનો પરિવાર પોલીસ મથકે ફરિયાદ કરવા જાય છે અને પોલીસ પાસે સમય નથી જેને લઈને આ કિશોરી નો પરિવાર પોલીસ કમિશનર ઓફિસે પોતાની ફરિયાદ કરવા પહોંચ્યું છે.
સુરતના બેગમપુરા વિસ્તારમાં રહેતી અને નજીકની સ્કૂલમાં અભ્યાસ કરતી કિશોરી છેલ્લા 3 દિવસથી સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે પોતાની સાથે થયેલ 3 વખતના બળાત્કારની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહી છે. જોકે પોલીસ આ કિશોરીની ફરિયાદ લેવાને બદલે તેને પોલીસ સ્ટેશનમાંથી કાઠી મૂકે છે. આ કિશોરી સાથે બળાત્કાર તેને સ્કૂલ લઇ જતા રીક્ષા ડ્રાઇવર દ્વારા કરવામાં આવ્યો હતો.
કિશોરીના પરિવારને આ રીક્ષા ડ્રાઇવર દ્વારા ધમકી પણ આપવામાં આવી છે. તેવામાં પોલીસ ફરિયાદ નહિ લેતા આ કિશોરી પરિવાર સાથે ન્યાય મેળવા પોલીસ કમિશનર ઓફિસ પહોંચી ઘટનાની ફરિયાદ કરી છે. રીક્ષા ડ્રાઇવર 3 વર્ષથી આ કિશોરીને હેરાન કરતો હતો. પરિવારે તેની સ્કૂલ બદલી નાખતા તેની સ્કૂલ પર જઈને ફેરા કરતો હતો. જોકે સમગ્ર ઘટનાની જાણકારી કિશોરીએ પરિવારને કરતા પરિવાર આ મામલે ફરિયાદ કરવા પોલીસ પાસે પહોંચ્યો હતો.