વિઘાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા રકતદાન કરાયું
જીનીયસ સ્કુલના ચેરમેન ડી.વી. મહેતાના જન્મદિન નીમીતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડી.વી. મહેતા છેલ્લા ૧૬ વર્ષથી રકતદાન એ જ મહાદાન એ હેતુથી ઉમદા કાર્ય કરી રહ્યા છે. જેના દ્વારા વિઘાર્થીઓ સહીત તમામ સ્ટાફના ટીચર અને ડ્રાઇવર સહીતનાઓએ રકતદાન કર્યુ હતું.
અબતક સાથેની વાતચીત દરમિયાન જીનીયસ સ્કુલના ચેરમેન ડી.વી. મહેતાએ જન્મદિન નીમીતે રકતદાન કેમ્પનું આયોજન કર્યુ હતું. જેમાં તેને જણાવ્યું હતું કે અમે છેલ્લા ૧૬ વર્ષથી જન્મદિન નીમીતે લોકોમાં રકતદાન નિમિતની જાગૃતિ કેળવાય વધુને વધુ યુવાનો સ્વૈચ્છીક રીતે રકતદાન કરતા થાય તેના માટે એ અમારી પ્રાયોરીટી છે. ફીલ્ડ માર્શલ બ્લડ બેંક સ્થાપના ૧૯૯૬ માં અમે કરેલી ૨૦૦૧ ની સાલમાં જુનીયર સ્કુલની સ્થાપના થઇ ત્યારબાદ વિઘાર્થીઓ, વાલીઓ, સ્ટાફ મિત્રો માટે રકતદાન કેમ્પનું આયોજન કર્યુ છે. જે ૧૮ વર્ષથી નીચેના વિઘાર્થીઓ ભવિષ્યમાં રકતદાતા બનીને પ્રોત્સાહન મળે તેના માટે એમને મુલાકાત કરાવીએ છીએ રકતદાતા ને જોઇને એમનો ઉત્સાહ વધે છે. ભવિષ્યમાં એને પરીવારમાં કે કયાંક રકતની જરુર હશે ત્યાં એ ઉદાહરણ પુરુ પાડશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહીંયા સ્વૈચ્છીક રકતદાનનો ક્રેઝ છે ટેકનોલોજીના હીસાબે ૩૫૦ એમ.એલ. નું રકતદાન કરવાથી બીજા ૪ લોકોનું જીવન બચાવી શકે છે
રકતદાન એ હંમેશા મારો શોખ છે ફિલ્ડ માર્શલ બેંક દ્વારા અમારા બાળકોને અને થેલેસીમીયાના બાળકોને ફ્રી બ્લડ આપીએ છીએ. રકતદાન પ્રવૃતિ એ એવો અહેસાસ કરાવે છે કે ખરેખર એક માણસ બીજા માટે ઘણું કરી શકે રકતદાનમાં કશું ગુમાવવાનું નથી પરંતુ નવું જ મળે છે સાથે ઉજા મળે છે. પ પ્રકારના રેસ્ટ વિઘાર્થીઓને ફીમાં કરાવામાં આવે છે તમે સમાજ માટે માનવજાત માટે કાંઇક આપો છો તો રકતદાન એ જ મહાદાન છે તો એ પ્રવૃતિને વેગ મળે એ જ પ્રયાસ છે લાસ્ટ વર્ષે ૧ર૦ લોકોએ રકતદાન કરેલું અત્યારે ૧૧ વાગ્યા પછી જય ઇન્ટરનેશનલ સ્કુલમાં ૪ વાગ્યા સુધી થાય છે. ૧૦૦ થી વધારે યુનિટનું રકતદાન થતું હોય છે મે ૧૬ વખત રકતદાન કરેલું છે હું તમામ લોકોને વિનંતી કરીશ કે ૧૮ થી પપ વર્ષની ઉમરના છે એ લોકોએ ત્રણ મહીને રકતદાન કરવું જ જોઇએ.
અબતક સાથેની વાતચીત દરમિયાન જીનીયસ સ્કુલની પૂર્વ વિઘાર્થીની જીનલ પાલેજાએ જણાવ્યું હતું કે હાલમાં બીબીએ કરું છું હું આજે બહુ સારુ અનુભવુ છું બીજાની જીંદગી બચાવવા આપણે રકતદાન કરવું જ જોઇએ હું બીજીવાર રકતદાન કરી રહી છું બધાને અમારી સ્કુલમાં પ્રીન્સીપાલના બર્થડે રકતદાન થાય છે એમને જોઇને હું પ્રેરીત થઇ છું.
અબત સાથેની વાતચીત દરમિયાન જીતીયર સ્કુલના વિઘાર્થીઓએ જણાવ્યું હતું કે આજે સરના જન્મ દિન નીમીતે બ્લડ ડોનેટ કરવું એ બહુ જ સારુ ફિલ કરું છું હું પહેલી વાર સ્કુલથી પ્રેરીત થઇને રકતદાન કરી રહયો છું બોડી ને ફીટ રાખવા અને બીજાની મદદ કરવા બ્લડ ડોનેટ કરવું જ જોઇએ.
જીનીયર સ્કુલના શિક્ષિકા સ્નેહલ દેસાઇએ જણાવ્યું હતું કે બ્લડ ડોનેટ કરવું એ બીજાની લાઇફ બચાવે છે તો એ ઉમદા કાર્ય છે હું મારા કોલેજના પહેલા વર્ષથી બ્લડ ડોનેટ કરું છું.
ક્રિપાએ જણાવ્યું હતું કે હું અહીયા પ વર્ષથી ટીચર છું આજે પહેલી વાર બ્લડ ડોનેટ કર્યુ હું હવે ફયુચરમાં રેગ્યુલર બ્લડ ડોનેટ કરીશ. બ્લડ ડોનેશન કેમ્પમાં બધાએ બ્લડ ડોનેટ કરવું જ જોઇએ જેનાથી બીજાની લાઇફ બચાવી શકીએ.