કેન્દ્રીય રેલવે મંત્રીને નેશનલ યુથ પ્રોજેકટ રાજકોટ યુનિટના પ્રમુખ રાજેશ ભાતેલીયાએ પત્ર પાઠવી રાજકોટ સામાકાંઠા વિસ્તારના લોકોને ટ્રેન પકડવા જંકશન આવવું પડતું હોય આજ વિસ્તારમાં આવેલ જે સીટી સ્ટેશન તરીકે ઓળખાતું લાખાજીરાજ રેલવે સ્ટેશનને ડેવલપ કરી ભકિતનગર સ્ટેશન જેવું વિકસિત કરી લોકસુવિધા માટે ખુલ્લુ મૂકવા અનુરોધ કર્યો છે.
રેલવે દ્વારા ટીકીટ ક્ધસલેશનના દરોમાં વધારો કરાયો છે. તે વધારે રદ કરવા તેમજ રીટાયરીંગ રૂમ સહિતના અન્ય તમામ ચાર્જમાં ઘટાડો કરવા તેમજ રીટાયરીંગ રૂમ સહિતના અન્ય તમામ ચાર્જમાં ઘટાડો કરવા આવ્યો છે. તેમજ વેકેશન પીરીયડોમાં તથા મહત્વના ધાર્મિક પ્રસંગોએ વધારાની ટ્રેનો દોડાવવામાં આવે અને તેમજ રનીંગ ટ્રેનોમાં જનરલ સ્લીપર અને થ્રી ટાયર એ.સી.નાં કોચમાં જરૂરીયાત મુજબ વધારો કરવામાં આવે.
ઓખાથી વેરાવળ-સોમનાથ ડબલ ટ્રેક કરવામાં આવે. તેમજ લોકલ રાજકોટથી ઓખા આવતી જતી તથા રાજકોટથી વેરાવળ સોમનાથ આવતી જતી ટ્રેનમા ૧૭ કોચ જાળવવામાં આવે તેમજ રાજકોટ સ્ટેશનને મોટુ કરવામાં આવે અને મહતમ ટ્રેનોની સુવિધા આપવામાં આવે રાજકોટથી બેંગ્લોર, દિલ્હી, કોલકતા, ચેન્નઈ ડેઈલી ટ્રેન દોડાવવામાં આવે તેમજ અમદાવાદથી ઉપડતી રાજધાની ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામા આવે રાજકોટથી શતાબ્દી, દૂરન્તો, જનશતાબ્દી, યુવા અને ભારતદર્શન ટ્રેન પણ ચલાવવામા આવે. રાજકોટથી અમદાવાદ- નોનસ્ટોપ દર બે કલાકે સુપરફાસ્ટ ટ્રેન દોડાવવામાં આવે.
લોકલ ટ્રેનમાં નિવૃત એમ.બી.બી.એસની દવા સાથે નિમણુંક કરવામાં આવે જેથી કરીને યાત્રીક જો અચાનક બિમાર પડે તો તેને ઈમરજન્સી ધોરણે મેડીકલ સારવાર મળી શકે. ચાલુ ટીકીટમાં પણ હેલ્થ ચાર્જ વસુલવામાં આવે તેમજ ૨૪ કલાક ટોલ ફ્રી નંબર ઉપલબ્ધ કરાવવામાં આવે જેમાં તમામ ફરિયાદો, સુચનો, મંતવ્યોની નોંધ લઈ ડોકેટ નંબર આપવામાં આવે અને કાર્યવાહી પૂર્ણ થશે લેખીત જાણ કરવામાં આવે વગેરે સહિતની રજુઆતો રાજેશ ભાતેલીયાએ કરી છે.