ચોમાસાનું આગમન થયી ચૂંકયુ છે અને વાતાવરણ પણ ખુશનુમા થયી ગયું છે, પરંતુ જેમ જેમ ચોમાસુ વધતું જાય છે અને ગંદકી, ગારો, કીચળ, એ સાથે જ ઘરમાં પણ છતમાંથી પાણી ટપકતું, ગારા વાળા પગલાં અને બીલી ઘણી બધી તકલીફો પણ વધતી જાય છે ત્યારે અહીં એ તકલીફોને કઈ રીતે દૂર કરવી એ વિષે વાત કરીશું…
પાણીનું લીકેજ ચેક કરો…
જો ઘરની બાહરી દીવાલ અને છતમાં તળો હોય તો ચોમાસા દરમિયાન તેમાંથી પાણી ટપકી શકે છે,અને એ પાણીથી ફ્લોરમાં શેવાળ અને ફૂગ પણ થાય છે.એટલે એ નુકશાન અને માટે ચોમાસાના આગમન પહેલા જ તકેદારી રાખી દીવાલને રંગરોગાન કરાવી લેવું એ યોગ્ય રસ્તો છે.
પથારી ગાલીચાની જાણવણી…
વરસાદની શરૂઆત થાય ત્યારે ઘરમાં પાથરેલા ગાલીચાને એમ ને એમ રાખવા કરતા તેને ભેજથી સાચવવા રોલ વાળીને યોગ્ય જગ્યાએ રાકખવા જોઈએ. આ ઉપરાંત તેને સાચવીને રાખવાથી તે ગારા વાળા પાગલાથી પણ સુરક્ષિત રહે છે. અને તેમાંથી ભીની ભેજની વાસ પણ નથી આવતી. અને જો તેને નથી મોકવો તો ખાસ ધ્યાન રાખવું કે તેને રોજ વેક્યુમ ક્લિનરથી સાફ કરવામાં આવે.
ફર્નિચરની જાણવણી…
વરસાદી માહોલની સૌથી વધુ અસર લાકડાના ફર્નીચરને થાય જેમાં વરસથી થતા ભેજને કારણે તે એકાદ ઇંચ જેટલું ફુલાય જાય છે. જેના બારી, દરવાજા, કબાટના દરવાજા, બાથરૂમના દરવાજા વગેરેનો શમાવેશ થાય છે.આ પ્રેસહાનીથી બચવા માટે સૌ પ્રથમ કબાટમાં ફિનાઈલની અથવા તો ડામરની ગોળી મુકો જેથી ભેજની અસર ઓછી થશે ,કપડાં અને લાકડાને તે ભેજથી મુક્ત રાખે છે. ભેજ અને વર્ષથી બચવા તમે કળવા લીમડાના પણ પણ કબાટ અને ઘરમાં રાખી શકો છો, એ સિવાય લવિંગને પણ તમારા કપલની વચ્ચે રાખો જેથી તેમાંથી ભેજની વાસ નહિ આવે.
કપળા સૂકવવાની પળોજણ…
વરસતા વરસાદમાં કપળા ધોઈને સુકવવા ક્યાં એ દરેક ગૃહિણીઓ પ્રશ્ન છે, અને જો ઘરમાં તેને સુકાવવામાં આવે છે તો સંપૂર્ણ રીતે ન સુકાતા હોવાથી તેમાંથી વાસ પણ આવે છે. તો આ પરેશાનીમાંથી બહાર નીકળવા માટે જયારે તમે ઘરની અંદર દોરી બાંધીને કપળા સુકવો છો તો પાંખો ચાલુ રાખવાનું ભૂલશો નહિ, જો પાંખો ચાલુ રહેશે તો કપળા જલ્દી સુકાય છે અને તેમાં ભેજ પણ નથી રહેતો જેથી તેમાંથી વાસ પણ નહિ આવે. અને જો એમ ન કરવું હોઈ તો સમયાંતરે કપળાને દ્રાય ક્લીન કરતા રહો તેમ કરવાથીતેમાંથી સુગંધ પણ આવે અને ફ્રેશ પણ રહે છે.
ચોમાસા પહેલા અને પછીની કાળજી…
ચોમાસાની શરૂઆત પહેલા તમે એવા વ્યક્તિનો સંપર્ક કરી શકો છો જે તમને આ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મદદરૂ થાય છે અને જો એવું નથી કરતા તો ચોમાસુ જાય પછી તેનો સંપર્ક કરવો હિતાવહ છે. ચોમાસા દરમિયાન ઘરની સાફસફાઈ ખુબ મહત્વની છે જેની સાથે તમારું અને તમારા પરિવારનું સ્વાસ્થ્ય પણ જોડાયેલું છે.આ તમામ બાબતોનું ધ્યાન રાખી તમે સ્વસ્થાને સુખી રાખવાની સાથે સાથે વરસાદને પણ માણી શકશો