સ્માર્ટ સિટી પ્રોજેક્ટના ત્રણ વર્ષ પુરા થયાં
સ્માર્ટ સિટી અંતર્ગત સુરતમાં ૨૦૦૦ કરોડના પ્રોજેક્ટ શરૃ થઇ ગયા
ભારત સરકારના સ્માર્ટ સીટી પ્રોજેક્ટને આજે ત્રણ વર્ષ પુરા થયાં છે ત્યારે સ્માર્ટ સીટી પ્રોજેક્ટના અમલીકરણમાં સુરત દેશમાં અગ્રેસર રહ્યું છે. સુરત મ્યુનિ. તંત્રએ સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતગત ૨૯૦૮ કરોડના પ્રોજેક્ટની પ્રપોઝલ મુકી છે જેમાંથી ૨૦૦૦ કરોડના પ્રોજેક્ટ શરૃ પણ કરી દીધા છે. જ્યારે બાકી રહેલા કેટલાક પ્રોજેક્ટ ડીપીઆર લેવલે કે ટેન્ડરની પ્રક્રિયામાં છે જ્યારે કેટલાક કામોની પ્રગતિ થઈ રહી છે.
ભારત સરકારે દેશના ૧૦૦ જેટલા શહેરોને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ સમાવીને પ્રોજેકટની કાગમીરી શરૃ કરી છે. સ્માર્ટ સીટી પ્રજેક્ટના અમલીકરણને ત્રણ વર્ષનો સમય પુરો થયો ત્યારે અત્યાર સુધીની કામગીરીમાં સુરત દેશના અન્ય શહેરો કરતાં અગ્રેસર જોવા મળી રહ્યું છે. સ્માર્ટ સીીટ હેઠળના પ્રોજેકટના અમલીકરણ માટે સ્માર્ટ સીટી કંપનીની સ્થાપના કરવામાં આવી છે. હાલ સુરતમાં સ્માર્ટ સીટી હેઠળ રજુ કરવામાં આવેલી પ્રપોઝલના ૧૯૦૮ કરોડના પ્રોજેક્ટ માટે કામગીરી થઈ રહી છે જેમાંથી ૨૦૦૦ કરોડના ૨૬ જેટલા પ્રોજેકટ શરૃ થઈ ચુક્યા છે.
જ્યારે આગામી દિવસોમાં સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત ૧૭૩ કરોડના પ્રોજેકટની કામગીરી પુરી થઈ ચુકી છે.આ પ્રોજેકટ હેઠળ ૬૪૮ કરોડ રૃપિયાના પ્રોજેકટ માટે ટેન્ડર પ્રક્રિયા શરૃ થઈ રહી છે. જ્યારે ૧૭૨૩ કરોડના પ્રોજેક્ટ માટે ડીટેઈલ પ્રોજેકટ રીપોર્ટ ( ડીપીઆર) તૈયાર થઈ રહ્યાં છે. આજે જ્યારે સ્માર્ટ સીટી પ્રોજેક્ટને ત્રણ વર્ષ પુરા થયાં છે ત્યારે અન્ય પસંદગી પામેલા શહેરો કરતાં સુરત મ્યુનિ.એ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત અગ્રેસર કામગીરી કરી છે.
મહિલાઓ દ્વારા સંચાલિત પીંક ઓટોરીક્ષા પ્રોજેક્ટને સ્કોચ એવોર્ડ
શહેરી મિશન હેઠળ મહિલાઓને રોજગારી માટે પીંક ઓટો પ્રોજેક્ટ હેઠળ તેમને રીક્ષા માટે સહાય અપાઇ છે. મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે શરૃ થયેલા આ પ્રોજેક્ટ માં હાલ સુરત શહેર વિસ્તારામાં ૩૨ મહિલા પીંક ઓટો દોડાવી રહી છે. હજી ૫૮ જેટલી મહિલાઓ માટે પીંક ઓટોની તાલિમ અને લોનની કામગીરી ચાલી રહી છે. સુરત મ્યુનિ.ની આ કામગીરીને અન્ય શહેરોમાં પણ અમલીકરણ થાય તે માટે વિચારણા થઈ રહી છે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે સ્કોચ એવોર્ડ-૨૦૧૮ માટે સુરત મ્યુનિ.ની પસંદગી કરી હતી. એવોર્ડ ૨૨ જુનના રોજ કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકરાસ મંત્રી મેનકા ગાંધીના હસ્તે એનાયત થયો હતો.
કયા-કયા પ્રોજેક્ટ શરૃ
ટ્રાન્સપોર્ટ સેન્ટર, ઓટોમેટિક ફેર કલેક્શન સિસ્ટમ, ઈન્ટેલિજન્ટ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, ફાઈબર ટુ હોમ, ખાડી રિકંસ્ટ્ર્કશન તથા રિમાડલીંગ સ્માર્ટ વેસ્ટ કલેક્શન સિસ્ટમ