વચનામૃતનું વાંચન મુમુક્ષોને અઘ્યાત્મનું બળ આપે છે: મહંત દેવકૃષ્ણદાસજી સ્વામી
સુરતના વેડરોડ સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે આયોજન એક વિશિષ્ટ સમારોહમાં ગુરુવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી ઉ૫સ્થિત રહ્યા હતા. ભગવાન સ્વામીનારાયણના ૧૮૮ માં અંતધાન મહોત્સવ નિમીતના આ સમારોહમાં વેડચેડ સ્વામીનારાયણ ગુરુકુળના સંચાલક ધર્મવલ્લભદાસજી સ્વામીએ વચનામૃત કાવ્ય ગ્રંથમાં બે ભાગનું વિમોચન કરાવ્યું હતું.
આ પ્રસંગે ધર્મવલ્લભદાસજી સ્વામીએ કહ્યું હતું કે સ્વામીનારાયણ ભગવાને ૧૯૮ વર્ષ પહેલા વરાવેલી અમૃતવાણીને ર૦૦ વષ પૂર્ણ થઇ રહ્યા છે. વચનામૃત દ્વિશતાબ્દી અંતગત સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાયના ર૦૦ વષ ના ઇતિહાસમાં રાજકોટ સ્વામીનારાયણ ગુરુકુલ દ્વારા કાવ્યમાં વચનામૃતનું લેખન અને મુદ્દણ કરાયું છે.
કાવ્યમત વચનામૃતનું બે ભાગનું લેખન સુરત ગુરુકુલમાં સંવારત રહેલા સ્વામી પૂ. વિવેકસ્વારુપદાસજી સ્વામીએ કર્યુ છે. વચનામૃત ગઢડા પ્રથમ, સારંગપુર કારીયાણી લોયા પંચાળા મળી ૧૩૩ વચનામૃતના બે ભાગો પ્રકાશીત થયા છે જેમાં આર્થિક સહયોગ અમેરીકા વોશીગ્ટન સ્થિત ભાર્ગવભાઇ ધીરુભાઇ કોટડીયા શિવલાલભાઇ પાંભર, વિભુ ભગત ઉગામેડીનો મળેલ હતો. ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીએ દાતાઓને શુભાશીર્વાદ પાઠવ્યા હતા.
વાચન ઉપરાંત ઓડીયો શ્રવણ અર્થે પેન ડ્રાઇવ તૈયાર કરાયેલ છે તેના કાવ્ય ગાનમાં કંઠ આપનારા ગુરુકુલના વિઘાર્થી અનંતભાઇ સુવાણી તેમાં સંગીત મુંબઇ સ્થિત પરેશભાઇ શાહે સુરત ગુરુકુલના બ્રહ્મઘ્વનિ સ્ટુડીયોમાં શબ્દ બઘ્ધ કરનારા સ્વામી વિશ્વસ્વરુપદાસનું મહંત સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા છે.
વિશેષમાં ભીમ એકાદશીના દિવસે આ વચનામૃત કાવ્યના ગાન સાથે સંતોએ ત્રણ દિવસ ભગાવનનું નિત્ય છ છ કલાક પૂજન કરેલ છે.
પ્રભુ સ્વામીના જણાવ્યા મુજબ રાજકોટ ગુરુકુલ અને તેની શાખાઓમાં ટોકન ભાવથી ગ્રંથો મળી શકશે જયારે કાવ્ય ગાન નેટ ઉપરથી વિનામૂલ્યે ભાવિકોને ઉ૫લબ્ધ કરાયું છે.
આ પ્રસંગે રાજકોટ, જુનાગઢ, કેશોદ, ઉના, પાટડી વડોદરા નીલકંઠ ધામ પોઇચા નવસારી નવી મુંબઇ વાશી વગેરે સ્થાનોએથી સંતો તેમજ હરિભકતો ઉ૫સ્થિત રહ્યા હતા.