સૌરાષ્ટ્રભરમાં હનુમાનજયંતિ…
શુભ અવસરે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધશર્મિક માહોલ છવાયો છે. અને હનુમાન મંદિરોમાં સવારથી જ પૂજન-અર્ચન મહાઆરતી, મા‚તી યજ્ઞ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમોમાં હનુમાનભકતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
રાજકોટના બાલાજી હનુમાન મંદિરે અને સાળંગપુરમાં હનુમાન મંદિરે આજે સવારથી જ શ્રધ્ધાળુઓના ઘોડાપુર ઉમટયા હતા શહેરના બાલાજી હનુમાન મંદિર, બડે બાલાજી, સુતા હનુમાન મંદિર સહિતના મંદિરો ઉપરાંત હનુમાનજીની દેરીઓમાં પણ મંડપ-શણગાર કરી જુદા જુદા કાર્યક્રમો યોજાયા છે. સૌરાષ્ટ્રમાં બપોરે અને સાંજે પવનપુત્ર હનુમાનજીનાં દરેક મંદિરે બટુક ભોજન પણ યોજાયું છે. રામભકત વીર હનુમાનજી યુવાનોના અદર્શ દેવ મનાતા હોય શેરી ગલીઓમાં નાના મોટા હનુમાન મંદિરોમાં યુવાનોએ આજના પાવનપર્વની રંગેચંગે ઉજવણી કરી છે.
આજે શહેરના મુખ્ય માર્ગો ઉપર આકર્ષક ફલોટસ સાથે શોભાયાત્રા નિકળી હતી ભૂલકાઓએ ખુદ હનુમાનજીનો વેશ ધારણ કરી આકર્ષણ જમાવ્યું હતુ મંદિરોમાં આજે આખો દિવસ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો પૂજન-અર્ચન, મહાઆરતી, મા‚તીયજ્ઞ,મહાપ્રસાદ,શોભાયાત્રા લોકસંગીતના કાર્યક્રમો બટુકભોજન, ગરબા સહિતના આયોજન સાથે હનુમાન જયંતીના રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ધર્મોલ્લાસભેર વધામણા કરાયા છે.
માણાવદર
માણાવદરથી ૨ કી.મી. દૂર આવેલ પ્રસિધ્ધ મંદિર એવા હળમતાળી હનુમાન મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વર્ષ પણ હનુમાન જયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.
મહંત રામદાસ ગૂ‚ ગંગામૂનીના સાનિધ્યમાં હનુમાન જયંતિના પવિત્ર પાવન દિવસે સવારે ૭.૩૦ મા‚તી યજ્ઞ પ્રારંભ થયો હતો સવારે ૧૧ કલાકે મહાપ્રસાદનો પ્રારંભ અને બપોરે ૩.૩૦ વાગે બીડુ હોમાયું.
ઉના
હનુમાનજી મહારાજની જન્મ જયંતિ નિમિતે તપોવન આશ્રમ, સૂર્યમૂખી હનુમાન ઠેર ઠેર હનુમાન મંદિરોમાં શણગાર પૂજા વિધિ બપોરે પ્રસાદ, સુંદરકાંડના પાઠ, વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા હનુમાન જયંતિ હજારો ભકતોએ દર્શન, મહાપ્રસાદ લાભ લીધેલ છે.
મા‚તિનંદન શતશત વંદન
હનુમાન ઇન્દ્ર વ્યારા છોડવામાં આવેલ વ્રજાસ્ત્રના ધાતથી હનુ એટલે દાઢી તૂટી ગઇ, એથી તેઓ ઈન્દ્રના વરદાન અનુસાર હનુમાન કહેવાયા , હનુમાનનો અન્ય અર્થ થાય જેમણે માન, અપમાન, અભિમાનને ઓગાળી નાખ્યા છે. હણી નાખ્યા છે. એનું નામ હનુમાન વિચાર, વાણી, અને વર્તમાન જેની એક ‚પતા સમતા હોય તે વીર હનુમાનજી મહારા અર્થમાં ખરાવીર કહેવાય, હનુમાનજી વીરથી પણ અધિક મહાવીર છે. તેમનામાં દયા, દાન, ત્યાગ અને શૌર્ય જેવા સાર સભર મહેકતા ગુણોની સરવાણીનો શિળો સ્પર્શ થાય તે તેવી તેઓ મહાવીર છે.
ભગવાન શ્રીકૃષ્ણે પણ ગીતાજીમાં બ્રહ્મ સાથે એકાત્મભાવ પ્રાપ્ત કરવાના અધિકારી તાવ્યા છે. તેમાં વૈરાગ્ય સંપન્ન વ્યકિતની ગણના કરી છે. હનુમાનજી તો વૈરાગી યોગીની સાથે સાથ પરમ ત્યાગી પણ છે. આવુ બનવા વ્રજાંગ જોઇએ નહિંતર લોલુપ ઇન્દ્રીયોનો સંગ છૂટે નહીં મહાબલી બુઘ્ધિમાં શ્રેષ્ઠ છે. આવું ન હોત તો રામજીએ પૂછયું તમે કોણ છો ? આના પ્રત્યુત્તરમાં બુઘ્ધિમતામાં શ્રેષ્ઠત્તમ અને જ્ઞાનીઓની સ્વામી એવા પરમ ભકત પવન પુત્રે જવાબ આપ્યો કે પ્રભુ દેહ દ્રષ્ટિએ હું આપનો દાસ છું. જીવદ્રષ્ટિએ આપનો અંશ છું, પરંતુ વાસ્તવમાં તો આપ અને હું બંને એક જ છીએ. કેવી પ્રખર શુઘ્ધ બુઘ્ધિમતા અને જ્ઞાનની દિવ્ય પરાકાષ્ટાથી ઉતર આપ્યો હતો.
કેસરીનંદન અનુલિત બલ ધામા છે. ઉપનિષદ પણ કહે છે. નિર્ણય માનવીને આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી.
વાયુપુત્ર વિઘાના પણ ધામ છે. વિઘા એટલે જ્ઞાન, વિજ્ઞાન પ્રજ્ઞાનું હનુમાન મહારાજ રક્ષક છે. સમસ્ત જગતને અશરણ કહેવામાં આવ્યું છે. કાળનો પંજો પડતો ન હોય એવું એકેય સ્થળ નથી. ફકત ભગવાન જ રક્ષક છે બાકી બધા ભક્ષક છે.ભકિત અને શકિતની જીવંત જવલંત મુરત મા‚તિનંદન છે. ભકિત શુન્ય શકિતમાંથી વિનાશ જન્મે અને શકિતશૂન્ય ભકિતમાંથી બાલીશતા વેદીયા પણું જન્મે આ બંનેનો શુભગ સંગમ થાય તો જ શિવ, શ્યામ, રામનું સાનિઘ્ય સાંપડી શકાય.મહાબલી અખુટ બુઘ્ધિ બળના સ્વામી હોવા છતાં સંત સરીના સ્નેહાય અને સરળ છે સમર્પણ ભાવને વરેલા છે.જો એમની સાધના આરાધના કરાય તો જીવન પ્રાણવાન, શકિતમાન, ઐશ્ર્વર્યવાન બની જાય બેડો પાર થઇ જાય