પરિણીતા તમાકુનું સેવન કરતી હોવાની પતિએ સાસુને જાણ કરતા પગલુ ભર્યું
શહેરની ભાગોળે આવેલા રૈયા ગામમા પરિણીતા તમાકુનું સેવન કરતી હોવાની પતિએ સાસુને જાણ કરતા તેણીને માઠુ લાગતા તેણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયાગામમાં રહેતી શીતલબેન સુરેશભાઈ મકવાણા નામની ૨૫ વર્ષની દલીત પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાથમિક પૂછતાછમાં મૃતક શિતલબેન તમાકુનું સેવન કરતી હોવાની પતિ સુરેશભાઈને જાણ થતા સુરેશભાઈએ જેતપૂર સ્થિત સાસુ રમાબેનને જાણ કરી હતી. તે બાબતે શિતલબેનને માઠુ લાગી આવતા પગલુ ભર્યુ હોવાનું અને તેણીને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.