રાજકોટ શ્રી રોયલ પાકૅ જૈન મોટા સંઘ ખાતે મહા પ્રભાવક શ્રી ઉવસગહરં સ્તોત્રના જાપ યોજાયા…
તારીખ 24/6/18 ના શુભ દિવસે રાજકોટ શ્રી રોયલ પાકૅ સ્થાનકવાસી જૈન મોટા સંઘની ધન્ય ધરા ઉપર પૂ.ગુરુ ભગવંત નમ્ર મુનિ મ.સા.ના શ્રી મુખેથી મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના દિવ્ય જપ સાધના યોજાયેલ.આજે રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો,મેઘરાજાની પધરામણીથી સૌને શાતા થયેલ અને આજ સમયે પૂ.ગુરુદેવના શ્રી મુખેથી ધોધમાર જિનવાણી વરસી રહી હતી.
આ પાવન પ્રસંગે પૂ.ગુરુદેવે ફરમાવ્યુ કે “પીડા એ પ્રજ્ઞાનું નિમિત્ત બને છે. ” પ્રજ્ઞા એટલે જ્ઞાન અને પરિજ્ઞા એટલે જાગૃતિ.ક્રોધ કરવો તે કમૅ બંધનું કારણ છે તે સમજણ એ પ્રજ્ઞા,જયારે નિમિત્તોની વચ્ચે પણ ક્રોધ ન કરવો તે પરિજ્ઞા છે.* વધુમાં પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સાહેબે કહ્યું કે સંસારમાં થતી હિંસા એ આત્માના અહિતનું કારણ છે અને ધમૅ માટે થતી હિંસા એ અબોધિનું કારણ છે.માન – સન્માન વગેરે માટે લોકો હિંસા કરતાં હોય છે.
શ્રી રોયલ પાકૅ સંઘમાં જૈનાગમ શ્રી આચારાંગ સૂત્રની સવારના 9:30 થી 11:00 કલાક દરમ્યાન નિયમિત આગમ વાંચના ચાલે છે.પૂ.ગુરુદેવે કહ્યું *”સતત જાગૃતિમય જીવન એટલે આચારાંગ સૂત્ર.”
ગોંડલ સંપ્રદાયના આદ્ય સ્થાપક આચાર્ય ભગવંત પૂ.ડુંગરસિંહજી મ.સા.નું હુબહુ ચિત્ર પ્રસ્તુત કરી? પ્રથમ ક્રમાંક મેળવનાર *કુ.ઉજૉ પારેખ* ને માતબર રકમ અપૅણ કરી પુરસ્કૃત કરવામાં આવેલ.