બિહાર ધોરણ 10 બોર્ડની માર્કશીટ મળી એક કબાળી વાળા પાસેથી
ટોપર્સની ઉત્તરવહીઓ ફરીથી તપાસવા માટે બોર્ડે માંગી તો જાણ થઇ કે ગાયબ છે
ગોપાલગંજના એસએસ બાલિકા ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયના મૂલ્યાંકન કેન્દ્રમાંથી રિઝલ્ટ પહેલા ગાયબ થયેલી મેટ્રિક પરીક્ષાની 42 હજાર ઉત્તરવહીઓ સ્કૂલના પટાવાળાએ કબાડીવાળાને વેચી દીધી. મામલાની તપાસ કરી રહેલી એસઆઇટીએ શનિવારે આ વાતનો ખુલાસો કર્યો. ઉત્તરવહીઓ આઠ રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવી હતી. આ આખા કૌભાંડનો માસ્ટરમાઇન્ડ સ્કૂલનો પટાવાળો છઠ્ઠુસિંહ નીકળ્યો. પોલીસ તેની પહેલા જ ધરપકડ કરીને જેલ મોકલી ચૂકી છે.
એસપી રાશિદ જમાંએ જણાવ્યું કે સ્કૂલના સ્ટ્રોંગ રૂમમાંથી પટાવાળા છઠ્ઠુંસિંહે જ ઉત્તરવહીઓને કાઢીને વેચી દીધી હતી.ઉત્તરવહીઓને ઓટોમાં મૂકીને કબાડની દુકાન સુધી પહોંચાડવામાં આવી. તેમણે જણાવ્યું કે ઉત્તરવહીઓ 5 જૂનના રોજ મોકલવામાં આવી હતી. તેમણે દાવો કર્યો છે કે તમામ ઉત્તરવહીઓ ટુંક સમયમાં મેળવી લેવામાં આવશે.
શહેરના એક કબાડી દુકાનદાક પપ્પુ ગુપ્તા સાથે પૂછપરછ પછી આ ખુલાસો થયો. તેને ત્યાંથી એક ઉત્તરપુસ્તિકા પણ મળી આવી છે. સ્કૂલના એસએમ પ્રમોદકુમાર શ્રીવાસ્તવે 17 જૂનના રોજ આ મામલે આદેશપાલ છઠ્ઠુ સિંહ અને નાઇટ ગાર્ડ આશ પૂજન સિંહ પર એફઆઇઆર નોંધાવી હતી.
પૂછપરછમાં પપ્પુ ગુપ્તાએ જણાવ્યું કે ઓટો ડ્રાઇવર સંજય કુમારે ઉત્તરવહીઓ ખરીદવા માટે તેની વાત છઠ્ઠુ સાથે કરાવી. ત્યારબાદ સ્ટ્રોંગ રૂમનું તાળું ખોલીને ધોળા દિવસે 5 જૂનના રોજ ઉત્તરવહીઓ કાઢવામાં આવી અને ઓટોથી હજિયાપુર કબાડ દુકાનમાં લઇ જવામાં આવી.ત્યારબાદ કબાડ દુકાનદારે 7 રૂપિયે કિલોના રેટથી છઠ્ઠુને પૈસા આપ્યા. તેને લઇને બન્ને વચ્ચે કંઇક વિવાદ પણ થયો, કારણકે પહેલા 8 રૂપિયા કિલોનો ભાવ નક્કી થયો હતો.
એસઆઇટીની ટીમે છઠ્ઠુના મોબાઈલનું જ્યારે સીડીઆર કઢાવ્યું તો તેમાં કબાડવાળાનો નંબર મળ્યો, જેની સાથે 5 જૂનના રોજ 8 વખત વાત થઇ હતી. તેના આધારે જ્યારે તપાસ કરવામાં આવી તો આખો મામલો ખૂલી ગયો.