કોંગ્રેસ પાર્ટીને નુકશાન થઈ રહ્યું હોવાનું તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશ સાવરીયાનું નિવેદન
મોરબી કોગ્રેસને વેરવિખેર કરી પોતાને કોગ્રેસ વફાદાર ગણાવી અમુક કાર્યકરો કોગ્રેસ પાર્ટી ને નુકસાન કરી રહ્યા છે તેવા પક્ષ પલ્ટુ વ્યક્તિઓથી પ્રદેશ કોંગ્રેસ સાવચેત રહે. સ્થાનિક ધારાસભ્ય ની ચુટણી વખતે અમે નાના કાર્યકર્તાએ મોરબી જીલ્લા માથી કોગ્રેસ ને જીત અપાવી છે નહિ કે આજે બની બેઠેલા પોતાની જાતને કોગ્રેસ વફાદાર ગણાવી રહેલ વાત વાત માં ફરી જનાર નેતાએ. તેમ તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશ સાવરીયાએ જણાવ્યું હતું.
તરઘરી ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશ સાવરીયાએ વધુમાં જણાવ્યું કે આજે માળિયા મીયાણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે કોગ્રેસ પક્ષ વિરુધ્ધ કાર્ય થયુ તે ફક્ત ને ફક્ત પોતાનો અહમં દેખાડવા અને કોગ્રેસ પાર્ટી ના વફાદાર કાર્યકતા ને તોડવાની સાજીસ થઈ રહી છે તેના મુળ સુધી કોગ્રેસ પ્રદેશ પહોંચી આવા નેતાઓને પાણીચુ પકડાવી દે નહીંતર આવનાર દિવસો માં મોરબી કોગ્રેસ નામશેષ થઈ જશે તેવુ અમે નજરે જોઈ રહ્યા છીએ મારી વાત યોગ્ય લાગે તો પ્રદેશ કોંગ્રેસ નાના કાર્યકરોથી લઇને મોટા નેતાઓ સુધી તપાસ કરાવે.વધુમાં તેઓએ ઉમેર્યું કે અહમં દેખાડનાર વારંવાર બોલીને ફરી જવાવાળા નેતાઓ ઉપર કાર્યવાહી કરાવે ચુટણી વખતે બહુ સેન્સ લીધી હજી એક વખત કોગ્રેસ કાર્યકરો અને નેતાઓ ને સાંભળવાની બેઠક ગોઠવો નહિતર અમારા જેવા લોકો પોતાની વફાદારી નહિ છોડી શકે પણ નિરશ થઈ જશે જેનો ખામીયાજો કોગ્રેસ પાર્ટી ને ભોગવવો પડશે.