પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમમાં ચેડાના આક્ષેપો બાદ બેલેટ પેપર ઉપર ભાર મુકાયો
૧૬ પક્ષોએ ચૂંટણીપંચને રજૂઆત કરીને ઈવીએમી નહીં પરંતુ બેલેટ પેપરી જ મતદાન કરવામાં આવે તેવી માંગ કરી છે. પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી બાદ ઈવીએમમાં ચેડા કરવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેના પરિણામે હવે વિપક્ષો બેલેટ પેપર પધ્ધતિને વધુ વિશ્ર્વસનીય માની રહ્યાં છે. જો કે ચૂંટણીપંચે તમામ આક્ષેપોને નકારીને કહ્યું હતું કે, ઈવીએમમાં ચેડા શકય ની.
વિપક્ષે રજૂઆતમાં કહ્યું છે કે, ઈલેકટ્રોનીક ડિવાઈસ ઉપર લોકોને તેમજ પક્ષોને પુરતો ભરોસો ની ત્યારે ચૂંટણીની પ્રક્રિયા પારદર્શક બને તે માટે અને લોકશાહી ઉપર લોકોનો ભરોસો રહે તેવા હેતુી બેલેટ પેપર વડે મતદાનની માંગ સ્વીકારવામાં આવે. આ ૧૬ પક્ષો આગામી દિવસોમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ રજૂઆત કરવાના છે. ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ઈવીએમમાં છેડછાડ કરવામાં આવી હોવાના આક્ષેપો બાદ ઘણા સ્ળોએી બેલેટ પેપરની માંગ ઉઠી છે.