આઈપીસી ધારા ૪૯૮-એ હેઠળ એક મહિલાએ કરેલી એફઆઈઆરના પગલે હાઈકોર્ટનો ફેસલો

ગુજરાત હાઈકોર્ટે ઘરેલું હિંસાના મામલાઓમાં સસરાપક્ષ ઉપર દહેજ અને ખાધા-ખોરાકી માટે ફરિયાદ નોંધાવી એ કાયદાના ગેરઉપયોગ સમાન ગણાવ્યું છે. એક મહિલાએ ૯૦ વર્ષીય વ્યક્તિ સહિત તેના તમામ સસરાપક્ષના લોકો ઉપર ઘરેલું હિંસાનો આરોપ મુકી કેશ કર્યો હતો. જેની સુનવણી કરતા હાઈકોર્ટ આ પ્રકારનો ફેસલો કર્યો હતો.

ચંદ્રિકા રોહિત નામની એક મહિલાએ આઈપીસી ધારા ૪૯૮-એ હેઠળ વર્ષ ૨૦૧૦માં વડોદરામાં પેંગટે પોલીસ સ્ટેશને તેના સસરા પક્ષના ૧૦ લોકો વિરુધ્ધ એક એફઆઈઆર નોંધાવી હતી. જેમાં તેનો પતિ મનીષ તેમજ તેના સાસુ-સસરા, દેવર અને નણંદ એમ બધા મળીને તેને માનસિક દબાણ આપી રહ્યાં છે તેવી દલીલ કરી હતી. તેણીએ દહેજની માંગ સો બધા વિરુધ્ધ ઘરેલું હિંસા એકટ હેઠળ કેશ કર્યો.

આ દસ લોકોમાંી છ વ્યક્તિઓએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો. મનીષની બે બહેનો, તેનો પતિ અને તેના માતા-પિતા હાઈકોર્ટ નીરીક્ષણ કર્યું કે, મનીષની બહેન વડોદરામાં રહેતી ની છતાં પણ તેને આ કેસમાં ધકેલવામાં આવી છે.

ન્યાયમૂર્તિ એન.વી.અન્જરિયાએ કહ્યું કે, આ રીતે સસરાપક્ષના તમામ સદસ્યોને ઘસેડવા યોગ્ય ની. દહેજ અને ખાધા-ખોરાકી માટે ૯૦ વર્ષના વ્યક્તિ ઉપર કેસ કરવો એ કાયદાના ગેરઉપયોગ સમાન છે. બદલાની ભાવનાી કાનુની પ્રક્રિયાનો ગેરઉપયોગ કરવો જોઈએ નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.