સ્માર્ટ સિટીમાં પશુ-પક્ષીઓ માટે પણ ઉત્તમ વ્યવસ કરવા અનુરોધ
ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના અધ્યક્ષ એસ.પી.ગુપ્તાએ, બોર્ડના સદસ્યો ગિરીશભાઈ શાહ, સુનીલ માનસીંઘકાની ટીમે ભારત સરકારના ભારત સરકારના આવાસ અને શહેરી વિકાસના કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી તેમના દિલ્હી સ્થિતિ મુખ્યાલયે દિર્ધ, શુભેચ્છા મીટીંગ યોજી હતી.
ચેરમેન એસ.પી.ગુપ્તાએ જણાવેલ હતું કે, ભારતનું એનીમલ વેલફેર બોર્ડ દુનિયાનું સૌથી વધુ મોટું બોર્ડ છે. રખડતા પ્રાણીઓની જવાબદારી મ્યુ.કોર્પોરેશન અને પંચાયતની છે. કોઈપણ પશુ-પક્ષી પર જરાપણ ક્રુરતા થશે તે બોર્ડ ચલાવી લેશે નહીં.
આ ઉપરાંત પ્રાણી કલ્યાણના વિવિધ મુદ્દાઓ જેવા કે, ગૌચર અને બિનફળદ્રુપ જમીનની વિગતો મેળવીને પંચાયતો, સનિક સત્તાધિશો વિગેરેને સાથે લઈ સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ રસતા પરના પશુઓ ખાસ કરીને, રખડતા ગૌવંશને આશ્રય આપવા અંગેના સુચન પર પરિણામલક્ષી કામગીરી કરવી, મનુષ્યોમાં જેમ ૧૦૮ હોય છે. તેમ પશુ-પક્ષીઓ માટે પણ “૧૯૬૨ એમ્બ્યુલન્સ સેવાનો વ્યાપ અને વિસ્તાર સમગ્ર ભારતમાં વધારવો, બાયોગેસ નિર્માણ, ગૌચર જમીન ઉપર એનીમલ હોસ્પિટલનું નિર્માણ કરી તેમજ સ્વાવલંબન તરફ આગળ વધવા, વર્મીકમ્પોઝડ ખાતરના નિર્માણ ઉપર વ્યાપક ચર્ચા કરાઈ હતી.