આર્થિક કારણોસર ઉચ્ચ અભ્યાસ નહિ અટકે: નલિનભાઈ વસા
રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ. દ્વારા ધો.૧૨ની પરીક્ષામાં ઉર્તીણ વિર્દ્યાથીઓના ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવા સ્કોલરશીપ યાદી જણાવાયું છે કે, આ અંગે બેન્કના ચેરમેન નલિનભાઇ વસા અને વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલની સંયુક્ત યાદી જણાવે છે કે, ‘આજનાં સમયમાં આર્થિક કારણોસર અનેક તેજસ્વી વિર્દ્યાથીઓના અભ્યાસમાં વિટંબણા આવે છે. ઉચ્ચ અભ્યાસ અર્થે બેન્કની સ્કોલરશીપ યોજના શરૂ છે.’
યોજનાની વિસ્તૃત વિગત આપતા કહ્યું હતું કે, સભાસદ કે તેમનાં સંતાનો કે જે ધો. ૧૨ની પરીક્ષામાં ઉર્તીણ થયેલા હોય, તેવા વિર્દ્યાથીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે. સામાન્ય કેટેગરીમાં એ-૧ અને એ-૨ ગ્રેડ મેળવેલ વિર્દ્યાથીઓ અને આર્થિક રીતે પછાતની કેટેગરીમાં એ-૧, એ-૨, અને ગ્રેડ મેળવેલા વિર્દ્યાથીઓ માન્ય ગણાશે. તે માટે તેઓએ ગુજરાત સરકારનું ચાલુ વર્ષનું આવકનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. રૂ. ૬ લાખ સુધીની આવકવાળા જ માન્યતા પ્રાપ્ત છે.
આ માટેનાં નિયત ફોર્મનું વિતરણ શરૂ છે. ફોર્મ રાજકોટની અને બહારગામની તમામ શાખાઓમાંથી મળી શકે છે. ફોર્મમાં સંપુર્ણ વિગતો ભરી પરત આપવાની અંતિમ તા. ૭ને શનિવાર છે. ફોર્મ સોમવારી શનિવાર સવારના ૧૧ થી ૪ વાગ્યા સુધીમાં મેળવી લેવા જણાવાયું છે. ફોર્મ પરત બહારગામમાં જે તે શાખામાં અને રાજકોટ શહેરમાં ફક્ત રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ., હેડ ઓફિસ, ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’, સેક્રેટરી વિભાગ, ચોથો માળ, ૧૫૦’ રીંગ રોડ, રૈયા સર્કલ પાસે, રાજકોટ ખાતે જ આપવાના રહેશે.
ખાસ, શૈક્ષણિક પુરસ્કાર યોજનાનો લાભ લેવા માટે વિર્દ્યાથીનું અથવા માતા કે પિતાનું સભ્યપદ જ માન્ય ગણાય છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે બેન્ક દ્વારા ૧૦ વર્ષી ૧૮ વર્ષ સુધીના માયનોર બાળકોના બચત ખાતા ખોલી નિયત રકમનાં વ્યવહાર સાથે સ્વતંત્ર રીતે બેન્કિંગ કરવાની સુવિધા આપવામાં આવે છે.