ઈજીપ્ત, કાઠમંડુ સહિતના દેશ-વિદેશના ખ્યાતનામ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનની ઉપસ્થિતી
રાજકોટના આંગણે આજથી બે દિવસ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની હેર ટ્રાન્સપ્લાન્ટ કોન્કલેવ-૨૦૧૮ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા આયોજન સમિતિના પ્રમુખ ડો. હર્ષિત રાણપરાએ જણાવ્યું હતુકે આંતરરાષ્ટ્રીય કક્ષાની આ કોન્ફરન્સ ગત વર્ષથી શરૂ કરવામાં આવી હતી ગત વર્ષે તેનું આયોજન ઉદયપુરમાં કરવામાં આવ્યું હતુ ડો.હર્ષિત રાણપરા, ડો.પ્રશાંત અગ્રવાલ ડો. સિધ્ધાર્થ સોન્થલીયા તથા રાજકોટની હરે અને સ્કીન ટ્રાન્સપ્લાન્ટ તબીબી ટીમના પ્રયાસોથી આ વર્ષે આ કોન્ફરન્સનું આયોજન રાજકોટમાં કરાયું છે. અગાઉ પિતાને જ ઉંમરમાં ટાલ પડતી એના પછીની પેઢી એટલે કે એમના બાળકોને એક દસકા પહેલા ટાલ પડવાની શ‚આત થઈ જાય છે. હેર ટ્રાન્સપ્લાન્ટ એ એક એવી પ્રક્રિયા છે જે પુરૂષોમાં થતી ટાલને કાયમી પરિણામ આપે છે. દવાથી આવેલા વાળ દવા ચાલુ રહે ત્યાં સુધી જ રહે છે, જયારે હેર ટ્રાન્સપ્લાન્ટથી આવેલા વાળ કાયમી રહે છે. અને પાછળથી પણકોઈ દેખભાળની જરૂર રહેતી નથી.
અત્યારે દુનિયામાં પુરૂષોમાં થતી કોસ્મેટીક સર્જરીમાં હરે ટ્રાન્સપ્લાન્ટ સૌથી આગળ છે. હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં બે પ્રકર છે ૧. એફયુટી અને એફયુઈ છેલ્લા થોડા વર્ષોમાં એફયુટી કરતા એફયુઈ સર્જરી ઘણી પ્રખ્યાત થઈ રહી છે. કેમકે તેમાં કયાંય કાપ કુપ થતી નથી અને એફયુટીની સરખામણીમાં લઘુતમ ડાઘ રહેવાની શકયતા રહે છે.
અત્યારે ૨૦ થી ૨૫ વર્ષની ઉંમરમાં પણ ટાલ પડવાની શરૂઆત થઈ જતી જોવા મળે છે. જેના કારણોમાં આજની ભાગદોડ ભરી લાઈફ સ્ટાઈલ, સ્ટ્રેસ, જંકફુડ, સ્મોકીંગ, તમાકુ અને આલ્કોહોલ જવાબદાર છે.
હેર ટ્રાન્સપ્લાન્ટમાં શ્રેષ્ઠ પરિણામ લેવા માટેઆદર્શ ઉમેદવારની પસંદગી બહુ જરૂરી છે. કોના માં અને કયારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવું એ યોગ્ય રીતે નકકી ન કરવામાં આવે તો જોઈતું પરિણામ ન પણ મળે.આ કોન્ફરન્સમાં ઈજીપ્તથી ડો.સોલીમાન, કાઠમંડુથી ડો. ધર્મેન્દ્ર કરણ જેવી આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી તથા ભારતભરનાં ખ્યાતનામ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જન જેવા કે ડો. કપીલ દુઆ, ડો.નરેન્દ્ર પટવર્ધન, ડો.વીરલ દેસાઈ, ડો. રચીતા ધુરાત, ડો. વસા, ડો.મહાદેવીયા વગેરે ભાગ લેશે અને પોતાના અનુભવ તથા જ્ઞાનનું આદાન પ્રદાન કરશે.