સ્ટેશન તથા ટ્રેનોમાંથી મળેલા નોધારા બાળકોને મળશે રક્ષા અને સંભાળ
રાજકોટ રેલવે મંડળ યાત્રીકોની સુરક્ષા માટે હર હંમેશા પ્રયત્નશીલ રહે છે તે અંતર્ગત આજરોજ રાજકોટ રેલવે સ્ટેશન પ્લેટ ફોર્મ નં. ૧ ઉપર પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના સહયોગથી ‘ચાઈલ્ડ હેલ્પ ડેસ્ટ’ કેન્દ્ર કાર્યરત કર્યું છે.
રાજકોટ મંડળના ડી.આર.એમ. પી.બી. નિનાવે દ્વારા અસુરક્ષીત બાળકો, ઘરેથી ભાગેલ તથા પરિવારથી છૂટા પડેલ યાત્રીના રૂપમાં રેલવેના સંપર્કમાં આવે છે. આ બાળકો ઘણી વાર ટ્રેનમાં મુસાફર કરતા અથવા પ્લેટફોર્મો અને રેલવે સ્ટેશનોમાં જોવા મળે છે. આવા ખોવાયેલ બાળકોને તેના પરિવારજનો સાથે પૂન: મળાવવાના હેતુથી રાજકોટ સ્ટેશન પર ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. ઘરેથી ભાગેલ બાળકોનો બચાવ કરીને તેને તેના માતા પિતા, પોલીસ, અથવા એનજીઓને સોપી દેવામાં આવે છે.
ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮ એક દેશ વ્યાપી ટોલ ફ્રી નંબર છે. જે ૨૪ કલાક કાર્યરત રહે છે. યાત્રીકોને અનુરોધ છે. કે જયારે પણ તે કોઈપણ આવા બાળકોને જોવે કે જેને કોઈ પણ પ્રકારની મદદની જરૂરીયાત છે. તો તે તરત આ નિ:શુલ્ક નંબર ૧૦૯૮ પર કોલ કરે અથવા ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક કેન્દ્રનો સંપર્ક કરે.