રેલવેતંત્રને લેવી ચાર્જ પેટે રૂ.૯૯ લાખ ભરાશે: કોર્પોરેશનને રૂ.૪.૩૦ કરોડનો ફાયદો
રેલનગરના વિસ્તારના લોકોની યાતનાઓનો અંત આવશે,બ્રીજનું લોકાર્પણ થશે. લીઝ ચાર્જની ભરવાપાત્ર તી રકમ રૂ.૫,૨૯,૬૪,૧૯૬/- જેની સામે કોર્પોરેશનને સને-૧૯૯૯ પ્રમાણે એટલે કે ૨૦૦૫ની જંત્રી મુજબ વે-લેવી ચાર્જ લેવા રજુઆત કરવામાં આવેલી જેના અનુસંધાને રેલ્વે દ્વારા હાલ માન્ય રાખી ૨૦૦૫ની જંત્રી મુજબ રૂ.૯૯,૨૭,૯૫૦/- ભરવા જણાવેલ છે. રેલ્વે દ્વારા જુની જંત્રી માન્ય રાખતા કોર્પોરેશનને રૂ.૪૩૦ લાખ જેવો ફાયદો યેલો છે તેમ મેયર ડો. જૈમન ઉપાધ્યાય અને સ્ટે. કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું.
તેઓએ ઉમેર્યુ હતું કે, વર્ષ-૧૯૯૭માં ટ્રાફીક મુવમેન્ટની સરળતા તા શહેરના બે વિસ્તાર જામનગર રોડ તા રેલનગર રોડને જોડવા માટે લોકોની માંગણી હતી. જેના અનુસંધાને લેવલ ક્રોસીંગ માટે રેલ્વે વિભાગને જણાવેલ. જેના અનુસંધાને ૨૦૦૩માં ડિવીઝનલ રેલ્વે દ્વારા અન્ડરબ્રીજ બનાવવાનું નક્કી કરવામાં આવેલ. આ માટે ૨૦૦૯માં અન્ડરબ્રીજ માટે રેલ્વે તંત્ર દ્વારા એસ્ટીમેટ આપવામાં આવેલ. ત્યારબાદ આશરે ૪ વર્ષ પછી એટલે કે ૨૦૦૯માં રેલ્વે તંત્ર દ્રારા રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૬,૯૦,૯૫,૨૮૪/-નું એસ્ટીમેટ આપવામા આવેલ જે અંદાજ પણ સ્ટે.ક.ઠ.૧૬૯ તા.૧૮/૦૯/૨૦૦૯ી મંજુર કરેલ. જે રકમ કુલ બે તબક્કામાં એટલે કે રૂ.૨ કરોડ તા૧૮/૦૯/૨૦૦૯ના રોજ તા રૂ.૪,૯૦,૯૫,૨૮૪/- તા.૧૫/૦૬/૨૦૧૦ના રોજ રેલ્વે તંત્રને આપેલ. પરંતુ, રેલ્વે તંત્ર દ્વારા આ કામનુ ટેન્ડરીંગ વર્ષ-૨૦૧૨માં શરુ કરવામા આવેલ અને રાજકોટ મહાનગરપાલિકાને રૂ.૨૧,૩૫,૫૫,૩૭૮/-નું રીવાઇઝ એસ્ટીમેટ તા.૦૨/૦૬/૨૦૧૨ના રોજ આપવામાં આવેલ છે. જે રકમ વર્ષ-૨૦૦૯માં મંજુર કરેલ એસ્ટીમેટ કરતા ત્રણ ગણી વા જાય છે. આમ આ અંદાજ ખુબ જ વધુ હોઇ રાજકોટ મહાનગરપાલિકાએ રેલ્વેને આ પ્રોજેકટખર્ચનુ વિગતવાર બ્રેકઅપ આપવા જ્ણાવતા, રેલ્વે તંત્રએ આ પ્રોજેકટનુ રીવાઇઝ એસ્ટીમેટ રૂ.૧૭,૪૮,૯૬,૧૬૮/- સાો સા રેલ્વે તંત્રએ રાજકોટ મહાનગરપાલિકાને વર્ષ-૨૦૧૧ મુજબની જંત્રી પેટેના અને લીવ ચાર્જના વ્યાજ સહિતની રકમ પેટે રૂ.૫.૨૯ કરોડ ભરપાઇ કરવા જણાવેલ પરંતુ આ કામે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વર્ષ-૨૦૧૧ મુજબની જંત્રી પેટેના અને લીવ ચાર્જના વ્યાજ સહીતની રકમ પેટે રૂ.૫.૨૯ કરોડ ભરપાઇ કરવા જણાવેલ પરંતુ આ કામે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા વર્ષ-૨૦૦૪-૦૫માં જ મંજુરી આપવામાં આવેલ હોઇ તા.૨૧/૦૭/૨૦૧૪ના રોજ રાજકોટ મહાનગરપાલીકાનું પ્રતીનીધી મંડળ રેલ્વે મંત્રીને મળેલ જે મુલાકત દરમ્યાન એવુ નક્કી યેલ કે રાજકોટ મહાનગરપાલીકાનો કોઇ દોષ ની પરંતુ રેલ્વે સતાવાળા દ્વારા પ્રોજેકટનો અંદાજ મોડો આપવામા આવેલ. આમ છતા જાહેર હીતમા આ પ્રોજેકટ માટે રાજકોટ મહાનગરપાલીકાએ વધારાનો ચાર્જ ભરવાની તૈયારી દાખવેલ સાોસા રેલ્વે તંત્રએ વધારાના વે-લીવ ચાર્જીસ માંડવાળ કરવા જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાએ ખુટતા રકમ રૂ.૧૦,૫૮,૦૦,૮૮૪/- તા.૨૩/૦૭/૨૦૧૪ના રોજ રેલ્વેમાં જમા કરાવેલ. પરંતુ રેલ્વે તંત્ર દ્વારા આ કામે લીવ ચાર્જ માંડવાળ કરવાને બદલે રાજકોટ મહાનગરપાલિકા વે-લેવી ચાર્જ ભરપાઇ કરવા જણાવવામા આવતા, તત્કાલીન ધારાસભ્ય અને ગુજરાતના વર્તમાન મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની ટીમ તા.૦૩/૦૨/૨૦૧૬ના રોજ દિલ્હી ખાતે રેલ્વે મંત્રીને પુન: મળેલ અને લીવ ચાર્જ માંડવાળ કરવા જણાવેલ.
ત્યારબાદ ૨૦૦૫ની જંત્રી મુજબ વે-લેવી ચાર્જ લેવા રેલ્વે મીનીસ્ટર સુરેશ પ્રભુને માર્ચ-૨૦૧૭માં ફરી રજુઆત કરવામાં આવેલ. વે-લેવી ચાર્જ અંગે રેલ્વેના ચીફ એન્જીનીયર તા.૦૮/૦૪/૨૦૧૭ના પત્ર અન્વયે ડી.આર.એમ. રાજકોટ દ્વારા ૨૦૦૫ની જંત્રી એટલે કે પ્રતિ ચો.મી. ૬૫૦ મુજબ વિસ્તાર ભરવા અને તેના પર દર પ્રતિ વર્ષના ૫% ચાર્જ મુજબ રૂ.૯૯,૨૭,૯૫૦/- ભરવા જણાવેલ. આ રકમ કોર્પોરેશન દ્વારા ભરતા કોર્પોરેશનને રૂ.૪૩૦ લાખ જેટલો ફાયદો શે.