કુમકુમ તિલક અને સુંદર ભવિષ્યનાશુભાશિષ સાથેરાજકોટ શહેર કક્ષાના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ
ઉંચી ઉડાન અનેસોનેરી સપનાઓને પરિપૂર્ણ કરવા કુમળી વયના ભૂલકાઓનેરાજ્ય સરકાર દ્વારા યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે બે દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવરાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ શહેરોમાં આજથી શરુ કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેરમાં વિવિધ શાળાઓ પૈકી નાના સાહેબ પેશ્વા પ્રા. શાળા, રામકૃષ્ણ પરમહંસપ્રા. શાળા તેમજમહાદેવ પ્રા. શાળામાં સાંસદશ્રીમોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને આંગણવાડીમાં૧૪૩ભૂલકાઓઅને ધોરણ ૧, ૯ માં કુલ ૨૧૧ બાળકોને કુમકુમ તિલક કરી સુંદર ભવિષ્યના શુભાશિષ સાથેપ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સાંસદશ્રીમોહનભાઈકુંડારીયાએ બાળકોને પ્રેરણાદાયી વક્તવ્ય આપતાંજણાવ્યુંહતું કે સફળતા માટે ચોક્કસ ધ્યેય સાથે શાળામાં અભ્યાસ કરવો જરૂરી છે.
આ સાથે વિદ્યાર્થીઓના વાલીઓને બાળકોના અભ્યાસમાં મદદરૂપ બનવા તેમજ નિયમિત શાળાએ આવી તેમના અભ્યાસ અને પ્રગતિની નોંધ લેવા અનુરોધ કર્યો હતો.
જયારે શિક્ષકોનેવિદ્યાથીઓને તેમના સંતાન સમજી શિક્ષણ અને સંસ્કાર આપવા અનુરોધ કર્યો હતો.
મહાનુભાવોના હસ્તે બાળકોને રમકડા, સ્કુલ બેગ, પાણીની બોટલ, સુખડી તેમજ પુસ્તકોની ભેટ આપવામાં આવી હતી તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
શાળાના બાળકો દ્વારા સમગ્રકાર્યકમનું સંચાલન ખુબસુંદર રીતે કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા તેમનું કૌશલ્ય નિદર્શન કરતા યોગા તેમજ દેશ ભક્તિના ગીતો રજુ કરવામાં આવ્યા હતાં.
બાળકોદ્વારાબેટી બચાઓ બેટી પઢાઓ વિષયક પ્રેરણાત્મક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો સર્વેશ્રીવોર્ડ નં. ૩ ના ભાજપ પ્રમુખશ્રીહેમુભાઈ પરમાર, નિવૃત આચાર્યશ્રી મનસુખભાઈ અમૃતિયા, હરેશભાઈજોષી, જયંતભાઈઠાકર, શાળાના પ્રિન્સીપાલ સર્વેશ્રી સાધનાબેન ગણાત્રા, મેહુલભાઈ મકવાણા, મનસુખભાઈ રાણપરીયા, સંજયભાઈ ભાખોડીયા સહીત મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં.