બોર્ડમાં સવાલો મુકવામાં કોંગી કોર્પોરેટરો ‘ઠોઠ’: અલગ અલગ ૧૭ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૧૮મી એપ્રિલના રોજ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સને જનરલ બોર્ડની બેઠક મળશે જેમાં અલગ અલગ ૧૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. બોર્ડના પ્રશ્ર્નોતરીકાળમાં બપોર સુધીમાં ભાજપ અને કોંગ્રેસના ૧૮ કોર્પોરેટરોએ ૩૯ સવાલો રજૂ કર્યા છે. બોર્ડમાં સવાલ મુકવામાં કોંગી કોર્પોરેટરો ઠોઠ સાબીત યા છે. સવાલોની બોછાર હોય બોર્ડ તોફાની બની રહે તેવી સંભાવના જણાય રહી છે.

૧૮મીએ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્ર્નોતરીકાળમાં દલસુખભાઈ જાગાણીએ આરોગ્ય અને જેએનએનયુઆરએમને લગતો સવાલ, જાગૃતિબેન ધાડીયાએ ટીપી અને સિટી બસનો, બીનાબેન આચાર્યએ રોશની વિભાગને લગતો, અશ્ર્વિનભાઈ મોલીયાએ ટેકસ વિભાગ અંગે, ઘનશ્યામસિંહ જાડેજાએ બાંધકામ અને વોટર વર્કસ અંગે, જાગૃતિબેન ડાંગરે રોશની અને આરોગ્યલક્ષી, સંજયભાઈ અજુડીયાએ વોટર વર્કસ, ડ્રેનેસ અને ટીપીનો, ઉર્વશીબેને વોટર વર્કસ તા ડ્રેનેજેનો, રેખાબેન ગજેરાએ બાંધકામને લગતો, મનસુખભાઈ કાલરીયાએ વોટર વર્કસ સેક્રેટરી અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે, વર્ષાબેન રાણપરાએ વોટર વર્કસ ટેકસ અંગે, વશરામભાઈ સાગઠીયાએ વોર્ટર વર્કસ અને ટીપીને લગતો, બાબુભાઈ આહિર બાંધકામ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સંલગ્ન, મનીષ રાડીયાએ આવાસ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે, અશ્ર્વિન ભોરણીયાએ વોટર વર્કસ અને ડ્રેનેજ અંગે, જયોત્સનાબેન ટીલાળાએ આરોગ્ય અને ગાર્ડન અંગે, પ્રિતીબેન પનારાએ વિજીલન્સ અને ટેકસ બ્રાંચ અંગે, જયારે નીતિનભાઈ રામાણીએ વોટર વર્કસ, ડ્રેનેજ અને ટીપી અંગેના સવાલ રજૂ કર્યા છે.

કાેંગી કોર્પોરેટરો જનરલ બોર્ડમાં સવાલ મુકવા બાબતે ઠોઠ સાબીત યા છે. ઘનશ્યામસિંહ જાડેજાએ રજૂઆતના સ્વ‚પમાં પ્રશ્ર્ન પુછયો છે જયારે સંજય અજુડીયા અને ઉર્વશીબેન પટેલે એક જ પ્રશ્ર્ન પુછતા ભારે આશ્ર્ચર્ય છવાઈ ગયું છે. જનરલ બોર્ડની બેઠકમાં રાજકોટ ખાતે સ્પોર્ટસ હોસ્ટેલનું નિર્માણ કરવું, જીએસપીસી ગેસ કંપનીને ટીપીની જમીન ભાડા ઉપર આવા, વોર્ડ નં.૧૧માં સ્પીડવેલ પાર્ટીપ્લોટ પાસે નિર્માણ પામી રહેલા શ્રીનાધામ હવેલી સામેના મવડી ગામ તરફ જતા રોડને વીવાયઓ નામ કરણ કરવા, ટીપીની દરખાસ્ત અનવયે સ્કુલ તા રમત-ગમતનું મેદાન, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રચર તા શૈક્ષણીક હેતુ માટેના પ્લોટ, ટેન્ડરી લીઝ પર આપવા તા સૌ.યુનિ.ના સેનેટ સભ્ય તરીકે રાજકોટ મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યનું નામ મોકલવા સહિતની ૧૭ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.