સેશન્સ જજ એચ એ દવે સાહેબે આરોપી જશવંતકુમાર મથુરભાઈ પટેલ હાલ રહેવાસી રેગ્યુલર જામીન અરજી રદ કરી હતી આ ગુનો એવી રીતે બનેલો કે 2009-2010 ના જામકંડોરણા તાલુકાના બોરીયા ગામ ના ખેડૂત ખાતેદાર શ્રી હરેશભાઈ ના સરવે નંબર 39 બે પૈકી 2 દિનેશભાઈને રૂપિયા 1 લાખથી વધારે રકમનું ચૂકવણું કરી દીધેલું.
જે માહિતીના આધારે ભ્રષ્ટાચાર નિવારણ પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગોહિલ એ ફરિયાદ નોંધાવતા તપાસ કરનાર અધિકારી સુરેજા એ જાત-તપાસ કરેલી અને હાલના આરોપીએ રકમ ચુકવેલ હોવાનું જણાવતા ધોરાજી કોર્ટમાં રજુ કરેલ.
પ્રથમ બે દિવસના રિમાન્ડ આપવામાં આવેલ તેનો સમય પૂરો થયા બાદ આરોપી તરફથી રેગ્યુલર જામીન અરજી મુકવામાં આવેલ આ જામીન અરજીમાં સરકારી વકીલ એ દલીલ કરી હતી કે હાલનો ગુનો છે તે સમાજ વિરોધી તો છે જ સાથે-સાથે પૂર્વયોજિત કાવતરું આચરેલો રાષ્ટ્રવિરોધી ગુનો છે.
ભ્રષ્ટાચારથી જ્યારે આખું રાષ્ટ્ર પીડિત છે અને સરકારની યોજના એન્ડ યુઝર સુધી ન પહોચતા વચ્ચે અધિકારીઓ નાણા પડાવી જાય છે અને કાગળ પર કોઈપણ જાતના કાયદાના ભય વગર ખોટા તલાવડા કે ડેમ બનાવી પૂરેપૂરી રકમ ઓળવી જાય છે ત્યારે જામીન અરજી મંજૂર ન કરવી જોઈએ આ જામીન અરજી દાખલ થતા અને આરોપીની અટક થતા પહેલા આરોપી જશવંતકુમાર મથુરભાઈ અન્ય આરોપીઓના હતા અને હજુ પણ તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે
આ તમામ દલીલો ગ્રાહ્ય રાખી અને ધોરાજીના મહેરબાન એડિશનલ સેશન્સ જજ આરોપીના જામીન અરજી રદ કરેલી