જિલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખ અલ્પાબેન ખાટરીયાને અભિનંદન પાઠવતી રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસી ટીમ
કોંગ્રેસ શાસીત રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખની મુદત પુરી થતા નવા પ્રમુખ તરીકે મહિલા સામાન્ય બેઠક નકકી થયેલ અને પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી જાહેર થયેલ. કોંગ્રેસ પક્ષની બહુમતી ધરાવતી રાજકોટ જિલ્લા પંચાયતમાં પાંચથી વધુ દાવેદારો પ્રમુખની રેસમાં હતા પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિરીક્ષકો મુકી, જિલ્લા પ્રમુખ અને રાજકોટ જિલલાનાં ધારાસભ્યોને વિશ્ર્વાસમાં લઈ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી જિલ્લા પંચાયતની બેઠક પરથી વિજયી બનેલા અલ્પાબેન અર્જુનભાઈ ખાટરીયાની પસંદગી કરવામાં આવેલ હતી અને ચુંટણીમાં જિલ્લા પંચાયતના ૩૬ સદસ્યોમાંથી ૩૨ સદસ્યોની સહમતીથી બહુમતીથી પ્રમુખ તરીકે ચુંટાયેલા જાહેર થયા હતા અને કોંગ્રેસ પક્ષની સાથે રહેતા ઓબીસી સમાજને ન્યાય મળ્યાની અને હર્ષની લાગણી ફેલાયેલ હતી અને રાજકોટ જિલ્લામાં કોંગ્રેસ પક્ષ વતી પ્રથમ વખત ઓબીસી સમાજમાંથી મહિલા પ્રમુખની પસંદગી કરાયેલ હતી.
અલ્પાબેન અર્જુનભાઈ ખાટરીયા અને ઉપપ્રમુખ તરીકે સુભાષભાઈ માંકડિયા જાહેર થતા રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટના ચેરમેન રાજેશભાઈ આમરણીયા અને તેમની ટીમ નરેશભાઈ ગઢવી, સંજયભાઈ સોલંકી, શૈલેષભાઈ જાદવ, હરીભાઈ રાઠોડ, રમેશભાઈ જુંજા, અમૃતભાઈ પરમાર, રહીમભાઈ નકાણી, ઈબ્રાહીમભાઈ સોરા, યુનુસભાઈ સપ્પા, સાવનભાઈ જેઠવા સહિતના આગેવાનોએ મોટી સંખયામાં હાજર રહી પ્રમુખ અને ઉપપ્રમુખને ફુલહાર કરી અભિનંદન પાઠવેલ અને થયેલ નિમણુકને વધાવેલ હતી.