શાળાના આચાર્ય અને નોડલ શિક્ષકોને ઝુંબેશ અંતર્ગત તાલીમ અપાઈ
ગીર-સોમના જિલ્લામાં તા.૧૫ જૂલાઇી શરૂ નાર મીઝલ્સ રૂબેલા અભિયાન અંતર્ગત વેરાવળ તાલુકાની માધ્યમિક શાળનાં આચાર્યઓ અને નોડલ શિક્ષકોને એમ.આર.તાલીમ આપવામાં આવી હતી. નાયબ કલેકટર પ્રદીપસિંહ રાઠોડનાં અધ્યક્ષસને યોજાયેલ તાલીમમાં આચાર્યોને અને નોડલ શિક્ષકોનાં સહયોગી સો ટકા કામગીરી પૂર્ણ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ભારત અને ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૦ સુધીમાં ઓરી રોગની નાબુદી અને રૂબેલાનાં નિયંત્રણ માટે સરકારે ઝુંબેશ હાથ ધરી છે.
જેમાં બીજા રાજ્યમાં ૮ કરોડ બાળકોને એમ.આર. વેકશીની આરક્ષિત કરવામાં આવેલ છે. જેમાં બાળકોમાં કોઇ મોટી આડઅસર નો કિસ્સો નોંધાયેલ નથી. ગીર-સોમના જિલ્લામાં તા. ૧૫ જૂલાઇી શરૂ નાર એમ.આર. કેમ્પેઇન દરમ્યાન ૯ માસી ૧૫ વર્ષ સુધીનાં કુલ ૩૦૮૦૬૩ બાળકોને એમ.આર. ઇન્જેકશન વેકશીની આરક્ષિત કરવામાં આવશે. જે અન્વયે વેરાવળ તાલુકાની માધ્યમિક શાળાના આચાર્યો તા નોડલ શિક્ષકોની એમ.આર. તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્ય, ટી.એચ.ઓ. ચૈાધરી, ડો.બામરોટીયા માધ્યમિક શાળાનાં આચાર્યે-૩૫, નોડલ શિક્ષકો-૩૪ સહિતનાં તાલીર્માીઓ સહભાગી થયા હતા.