બોલબાલા ટ્રસ્ટ તથા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા મહીલા કેદી બહેનો માટે અલગ અલગ જાતની તાલીમ આપવામાં આવી હતી જેમાં કુકીંગ, મીટીંગ, મહેંદી, પાર્લર, વેસ્ટમાંથી બેસ્ટ, છાબ ડેકોરેશન જેવા સ્વાવલંબન અને રોજગાર મળી રહે તે માટે ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જેલ નિરીક્ષક તેમજ જયેશ ઉપાઘ્યાય ઉ૫સ્થિત રહ્યા હતા જેમાં બોલબાલા ટ્રસ્ટ અને રોટરી કલબ ના એકસપોર્ટ બહેનોએ સેવા આપી હતી.
આ સ્વાવલંબન પ્રોજેકટ ની સાથે સાથે તમામ કેદીઓ બહેનો દ્વારા તથા એડીઆર વિભાગના સ્ટાફના સંયુકત રીતે સર્વે દરમ્યાન જરુરયાત મંદ બહેનોને કપડા સેનીટેરીપેડ, ચંપલ, સાબુ, પુસ્તકો, કેરી, ખજુર વગેરે ચીજ વસ્તુઓની કીટ જેલ અધિક્ષકની મંજુરી લઇ રાજકોટ જેલના કેદીઓ તથા ગોંડલ જેલના કેદીઓને આપવામાં આવી હતી તેમજ ૬ વર્ષથી નાના બાળકોને રમકડા પઝલ ગેમ્સ નાસ્તો તથા કપડા વગેરે જરુરત પ્રમાણે આપવામાં આવી હતી.