જાણીતા મુસ્લિમ યોગ શિક્ષક સાજીદાબેન ખોખરે શીખવ્યા યોગના પાઠ
વિશ્વ યોગ દિવસ છે એટલે દુનિયાભરમાં લોકો યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં NCC ના વિદ્યાર્થીઓને એક મુસ્લિમ મહિલા સાજીદાબેન ખોખરે યોગ અભ્યાસ કરાવી રાષ્ટ્રીય સદભાવના અને કૌમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પડ્યું છે
21 જૂન અને વિશ્વ યોગ દિવસ છે, દુનિયાભરમાં યોગ દિન ની ઉજવણી થઇ રહી છે ત્યારે જૂનાગઢમાં NCC ના કેડેટો અને આર્મીના જવાનોને એક મુસ્લિમ મહિલાએ યોગ અભ્યાસ કરવી રાષ્ટ્રીય સદભાવના અને કૌમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પડ્યું છે, જૂનાગઢમાં રહેતા મુસ્લિમ મહિલા સાજીદાબેન ખોખર યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજ દ્વારા ચાલતા પતંજલિ યોગ અભિયાન સાથે વર્ષો થી જોડાયેલા છે.અને જૂનાગઢમાં નિયમિત રીતે યોગ ક્લાસ ચલાવી લોકોને યોગ શીખવી રહ્યા છે. સાજીદાબેન રાજ્યની યોગ સમિતિના સદસ્ય તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે.
ઇન્ડિયન આર્મી દ્વારા સંચાલીત 8 ગુજરાત બટાલિયન જૂનાગઢના કમાન્ડિંગ ઓફિસર કર્નલ ડી. વી. પાઠક સહીત આર્મીના જવાનો તેમજ NCC ના કેડેટો એ યોગાઅભ્યાસ કર્યો હતો જૂનાગઢના NCC ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ યોગ સમારોહ માં બોલતા આર્મીના કર્નલ ડી. વી. પાઠકે જણાવ્યું હતું કે જૂનાગઢ માં રાજ્ય પતંજલિ યોગ સમિતિ મુસ્લિમ યોગાચાર્યા સાજીદાબેન ખોખર અને દીપકભાઈ આર્ય દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો કર્નલ પાઠકે યોગ એ સમસ્ત માનવજાત માટે ફાયદા રૂપ છે અને યોગ માં કોઈ જાતિ કે ધર્મ માટે નથી