સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમને દિવસે દર્શનનું અનોખું મહત્વ રહેલું છે…ત્યારે મોટી સંખ્યામાં વિરમગામ, માંડલ, મહેસાણા, પાલનપુર સહીતના અનેક શહેરોમાં થી પગપાળા સંઘ ચાલીને ચોટીલા દર્શર્નો જાય છે… ત્યારે શહેરના માર્ગો પર અનેક જગ્યાએ સેવાભાવી લોકો દ્વારા ચાલીને જતા હજારો શ્રધ્ધાળુ માટે ચા-પાણી, નાસ્તા, રહેવા-જમવા સહીત દવા અને સારવારની સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે… ત્યારે મુળી હાઇવે પર શેખપર પાસે છેલ્લા ૧૭ વર્ષથી ચોટીલા જતા પગપાળા શ્રધ્ધાળુ માટે સ્વામિનારાયણ ડેલાના યુવા ગ્રુપ દ્વારા રહેવા-જમવા સહીતની તમામ સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે… જયારે આ સમગ્ર કેમ્પનુ સફળ આયોજન ભરતભાઈ સાબુવાળા, જયેન્દ્રભાઈ ધંધુકિયા, નાનભા પરમાર, જશુભા ઝાલા, રાકેશસિંહ (મુન્નાભાઇ) પરમાર સહીતના યુવકો દ્વારા કરવામાં આવ્યું છે.
Trending
- એઆઇ સિસ્ટમથી દબાણો પર મોનિટરીંગ માટે કોર્પોરેશનને એવોર્ડ
- પેનકેકના શોખીન માટે ખાસ રેસીપી!!!
- ગારીયાધાર : મોરબા ગામે અપહરણ બાદ હ-ત્યાનો પ્રયાસ..!
- MG Cyberster & MG M9 નું પ્રી-બુકિંગ ભારતમાં ઓપન…
- બગસરા બાદ બનાસકાંઠામાં બાળકોએ હાથ પર બ્લેડથી માર્યા ચીરા
- મ્યાનમારમાં ભૂકંપનો જોરદાર આંચકો,રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા નોંધાઈ
- જામનગરથી દ્વારકા સુધીની પગપાળા યાત્રા કરશે અનંત અંબાણી..!
- જાદુઈ ચશ્માંના વળગણમાં સગીર ભાણેજને વેચવા નિકળેલા શકુની મામાને ઝડપી લેવાયો