લાદેનને માથામાં ગોળી મારનાર જવાનનો દાવો
અમેરિકાના નિવૃત જવાને ઓસામા બિન લાદેનના એન્કાઉન્ટર પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, અલ કાયદાના પ્રમુખ લાદેનને માથામાં ગોળી વાગી હતી. માથામાં ગોળી વાગી હોવાના કારણે લાદેનને ઓળખ માટે ખોપડીના કટકા ભેગા કરવા પડયા હતા. વધુમાં આ જવાન રોબર્ટ ઓનીલે કહ્યું હતું કે, તેણે પોતે જ ઓસામાને ત્રણ ગોળીઓ મારી હતી જેના કારણે તેનું મોત થયું હતું.૯/૧૧ના હુમલાબાદ ઓસામા બિન લાદેનને શોધવા માટે અમેરિકાએ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં પાકિસ્તાનના અબોટાબાદમાં લાદેન મળી આવ્યો હતો અને ઠાર મરાયો હતો. જો કે, હજુ પણ ઓસામા કોના હાથે મરાયો છે તેના પર પ્રશ્ર્નો થઈ રહ્યાં છે.