વિશ્વ યોગ દિન ના 4 થો આંતરરાષ્ટ્રીય દિન 21મી જૂન ના વહેલી સવાર ના 6.00 વાગ્યા થી મોરબી ના અનેક ભાગો માં યોગાસન ના કાર્યક્રમ યોજાયા હતા અને મુખ્ય યોગાસન કાર્યક્રમ એલ.ઈ.કોલેજ ના ગ્રાઉન્ડમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયો હતો. જે નિર્ધારિત સમય કરતા એક કલાક મોડો શરૂ થયો હતો.
યોગાસન કાર્યક્રમ ની પહેલા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરાયો હતો. આ યોગાસનમાં છ હજાર થી વધુ લોકો જોડાયા હતા. મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા કલેકટર આર.જે. માકડીયા, ડી.ડી.ઓ. ખટાણા, એસ.પી. જયપાલસિંહ રાઠોડ તેમજ મોટી સંખ્યામાં શાળા ના બાળકો અને વહીવટી કર્મચારીઓ આ યોગાસન માં જોડાયા હતા.
આ ઉપરાંત શનાળા રોડ ઉપર રત્નકલા ની બાજુના મેદાનમાં, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, ઓમ પાર્ટી પ્લોટ, મણિ મંદિરની સામે ગ્રાઉન્ડમાં,મહાપ્રભુજી ની બેઠક પાસે, સરદાર વલ્લભભાઈ પટેલ કન્યા છાત્રાલય, માર્કેટિંગ યાર્ડ ના પટાંગણમાં એમ સાત સ્થળો પર યોગાસનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશ્વ યોગ દિન ની તૈયારી અગાઉ સાત દિવસ થી કરવામાં આવી રહી હતી. આ ઉપરાંત દરેક તાલુકા મથકે બે, દરેક નગરપાલિકા કક્ષાએ ત્રણ સ્થળે એમ જોતા પાંચ તાલુકાના 10 સ્થળે અને ત્રણ નગરપાલિકા ના 9 સ્થળોએ એમ જિલ્લામાં 27 સ્થળે વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી છે તેવું જિલ્લા કલેકટર આર.જે. માકડીયા એ માહિતી આપતા જણાવ્યું હતું.