આજે વિશ્વભરમાં યોગા દિવસ ઉજવવામાં આવે છે. પીએમ મોદીએ દહેરાદૂનમાં યોગા કર્યા, તો બીજી તરફ સીએમ વિજય રૂપાણીએ ગુજરાતમાં યોગા ડેની ઉજવણી કરી છે. આજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજ્ય સ્તરીયા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજય રુપાણી હાજર રહ્યા હતા. આ ઈવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં સીએમ રૂપાણીએ પણ યોગા કર્યા હતા. સરદાર પટેલ સ્ટેડિયમ પર જોવા જેવો નજારો બની રહ્યો હતો. એકસાથે આટલા બધા લોકોએ યોગા કરતા સ્ટેડિયમનો માહોલ બદલાઈ ગયો હતો.
અમદાવાદના કાર્યક્રમમાં 1000 જેટલા દિવ્યાંગ લોકો પણ યોગમાં જોડાયા હતા, દિવ્યાંગોએ સાયલન્ટ યોગા કર્યાં હતા. ત્યારે દિવ્યાંગો દ્વારા યોગનો વિશ્વ રેકોર્ડ પણ થઈ શકે છે તેવી શક્યતા છે. ગુજરાતનો યોગા ડે સવારથી જ ખાસ બનીને રહ્યો છે. જેમાં રાજ્યભરમાં અંદાજે 1.25 કરોડ લોકો યોગા કરશે તેવું અનુમાન છે.