યોગ એ ઋષિમુનિઓએ આપેલ અણમોલ ભેટ છે, યોગથી તન અને મન સ્વસ્થ રહે છે
ભારત દેશે સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ એવા યોગ અંગે સમગ્ર વિશ્વને પ્રેરિત કર્યા છે
યોગ એ ઋષિમુનિઓએ આપેલ અણમોલ ભેટ છે, યોગથી તન અને મન સ્વસ્થ રહે છે. ભારત દેશે સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ એવા યોગ અંગે સમગ્ર વિશ્વને પ્રેરિત કર્યા છે. તેમ સ્વર્ણિમ ગુજરાત પ૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષશ્રી આઈ.કે. જાડેજાએ આજે શ્રી એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ ‘‘વિશ્વ યોગ દિવસ’’ની ઉજવણી કાર્યક્રમ પ્રસંગે જણાવ્યું હતું.
કાર્યવાહક અધ્યક્ષશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની ઉત્તમ દેન એવી યોગ વિદ્યાને વૈશ્વિક વિરાસત ગણી ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું સ્વીકૃત કરતા આજે સમગ્ર વિશ્વ એકસાથે યોગ કરી રહેલ છે. આજે સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવી રહયું છે, ત્યારે સમગ્ર વિશ્વ યોગ તરફ વળ્યું છે, ‘‘યોગ મટાડે રોગ’’ યોગથી અનેક ફાયદાઓ થાય છે,
વધુ ને વધુ લોકો યોગ તરફ વળે તે માટે શ્રી આઇ.કે. જાડેજાએ અનુરોધ કર્યો હતો. યોગ દિવસની ઉજવણીના સુંદર અને સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને બિરદાવેલ હતાં.
સુરેન્દ્રનગર ખાતે શ્રી એમ.પી.શાહ આટર્સ એન્ડ સાયન્સ કોલેજ, ઉપરાંત જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, મેળાનું મેદાન વઢવાણ, હવા મહેલ વઢવાણ, ત્રિમંદિર અને એસ.પી. વિદ્યાલય ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા મથકોએ યોગ દિવસની ઉજવણી પણ કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે લોકસભાના સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્ય શ્રીધનજીભાઇ પટેલ, કલેકટરશ્રી કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારી ર્ડા.મનિષકુમાર બંસલ, પોલીસ અધિક્ષકશ્રી દિપકકુમાર મેઘાણી, નિવાસી અધિક કલેકટરશ્રી ચંદ્રકાંત પંડયા, નાયબ કલેકટરશ્રી નરેન્દ્રસિંહ રાજપુત, નગરપાલિકાના પ્રમુખ શ્રી વિપીનભાઇ ટોલીયા,
અગ્રણીઓ સર્વશ્રી જગદીશભાઇ મકવાણા, ચંદ્રશેખરભાઇ દવે, જીજ્ઞાબેન પંડયા, વર્ષાબેન દોશી, કે.ડી. પરીખ, આર્ટ ઓફ લીવીંગ, આયુષ મંત્રાલય, પતંજલી, વાંસળી વાદન અને બ્રહ્મા કુમારીના યોગ શિક્ષકો, અધિકારી તથા પદાધિકારીશ્રીઓ, એન.સી.સી. કેડેટસ, વેપારી, વકીલ, તબીબ, અને ઇજનેર એસોસીએશનો, સહિત શહેરીજનો, મહિલાઓ, વૃધ્ધો, વિવિધ શાળા – મહાશાળાઓના વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ યોગ દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.