ધ્રોલના હાડાટોડામાંથી બે દિવસ પૂર્વે ૬૬૦ બોટલ શરાબ ઝડપાયા પછી ગઈરાત્રે પોલીસે તે ગામની એક વાડીની ઓરડીમાં દરોડો પાડી ૯ર૪ બોટલ શરાબ ઝડપી લીધો છે. વાડી માલિક નાસી જવામાં સફળ થયો છે. ઉપરાંત સિક્કામાંથી એક શખ્સ અંગ્રેજી શરાબની ૧૩૫ બોટલ સાથે ઝડપાઈ ગયો છે અને એલસીબીએ એક શખ્સને ચાર બોટલ સાથે પકડી પાડયો છે.
ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાંથી સોમવારે પોલીસે ૬૬૦ બોટલ પકડી પાડયા પછી ગઈકાલે રાત્રે હાડાટોડાની સીમમાં આવેલી હરદીપસિંહ વનરાજસિંહ જાડેજાની વાડીમાં અંગ્રેજી શરાબ પડયો હોવાની વિગત મળતા રાત્રે ત્રણ વાગ્યે પોલીસ કાફલો તે વાડીમાં ત્રાટક્યો હતો.
વાડીમાં તલાશી લેવાતા ત્યાં ઓરડીમાં સંતાડીને રાખવામાં આવેલી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૯૨૪ બોટલવાળી ૭૭ પેટી સાંપડી હતી. પોલીસે રૃા.૪ લાખ ૬ર હજારની બોટલ કબજે લીધી છે. જ્યારે વાડી માલિક હરદીપસિંહ જાડેજા નાસી જવામાં સફળ થયો છે. પોલીસે તેની સામે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે એલસીબીના કાફલા દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન સોમના સોસાયટી પાસેથી પસાર થયેલા વિક્રમસિંહ બાલુભા ચુડાસમા નામના શખ્સને રોકી તેની તલાશી લેવાતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની ચાર બોટલ મળી આવી હતી. એલસીબીએ બોટલ ઝબ્બે લઈ આરોપીની પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત જથ્થો દરેડના કરશન આહિર પાસેથી લીધો હોવાની કબૂલાત આપી છે. બન્ને શખ્સો સામે પો.કો. હરદીપ ધાધલે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જામનગર તાલુકાના સિક્કામાં ગઈકાલે રાત્રે પીએસઆઈ વી.કે. ગઢવી તા સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન ધુળિયા પ્લોટ નજીકના ગઢ પાસેની બાવળની કાટમાં એક શખ્સે અંગ્રેજી શરાબનો જથ્થો સંતાડયો હોવાની બાતમી મળતા પોલીસ કાફલો ત્યાં ધસી ગયો હતો.આ સ્થેળેથી પોલીસે એક્ટિવા પર જઈ રહેલા આસિફ યાસીન મકવાણાની અટકાયત કરી તેણે સંતાડેલી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૩પ બોટલ કબજે કરી છે. આ શખ્સે પોતાના સાગરિતનું નામ આપ્યું છે.