મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ ના મેન્ડેટ અનાદર કરી ભારે ઉત્તેજનાભરી સ્થિતિમાં યોજાયેલી ચુંટણીમાં પ્રમુખ પદે કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા અને ઉપપ્રમુખ તરીકે ગુલામભાઇ પરાસરા ચૂંટાઈ આવ્યા છે.
મોરબી જીલ્લા પંચાયતના હોદેદારોની ચુંટણીને ધ્યાને લઈને આજે એ ડીવીઝન પોલીસ અને એલસીબી ટીમનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચુંટણી યોજવામાં આવી હતી જીલ્લા કલેકટર આર.જે.માકડિયા અને ડીડીઓ એસ.એમ.ખટાણાની ઉપસ્થિતિમાં ચુંટણી યોજવામાં આવી હતી.
જેમાં કોંગ્રેસ ના જ ચૂંટાયેલા સદસ્યો એ પ્રમુખ તરીકે કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા અને મુકેશભાઈ ગામીએ દાવેદારી નોંધાવી હતી. કોંગ્રેસ પક્ષ દ્વારા મુકેશભાઈ ગામી તરફી વ્હીપ આપવામાં આવ્યો હતો જોકે કોંગ્રેસના ૧૬ જેટલા સદસ્યોએ વ્હીપ સ્વીકારવા ઇનકાર કર્યો હતો. ૨૪ માંથી ૨૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હોવા છતાં કોંગ્રેસના જુથવાદની ચરમસીમા જોવા મળી હતી અને પક્ષ દ્વારા મેન્ડેટ મુકેશભાઈ ગામીને આપવામાં આવ્યો હોવા છતાં કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયાના જૂથ દ્વારા એકતરફી મતદાન કરતા કિશોરભાઈ ચીખલીયા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે
જયારે ઉપપ્રમુખ તરીકે ગુલામભાઈ પરાસરા વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ બાબતે મેન્ડેટ કરનાર સભ્યો પૈકી હરદેવસિંહ જાડેજા એ કોંગ્રેસ ના હોદેદારો તરફ આક્ષેપ કરતો ઇસારો કર્યો હતો કે ભાજપ સાથે ભળી સત્તા મેળવવા માંગતા અમોએ તેનો વિરોધ કરી વ્હીપ નો અનાદર કર્યો છે. જયારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ લલિતભાઈ કગથરા એ જણાવ્યું હતું કે પાર્ટી ની વિચારધારા અને પાર્ટી વફાદાર રેહનાર ને જ મેન્ડેટ આપવામાં આવ્યો છે
અને મેન્ડેટ નો અનાદર કરનાર સામે કોંગ્રેસ પક્ષ કડક શિસ્તબધ્ધ ના પગલાં લેશે જેમાં કોઈ ચમરબંધી ને છોડવામાં નહિ આવે તેવું જવાવ્યું હતું।