ગુજરાત સરકારના જી.પી.એફ ધારકોની વર્ષ ૨૦૧૭-૧૮ ની જી.પી.એફ સ્લિપ તા. ૧૯-૦૬-૨૦૧૮ થી સબંધિત ઉપાડ/પગાર અધિકારીશ્રીઓને મોકલવાની શરૂઆત થઈ ગઈ છે. જી.પી.એફ ધારકોની સ્લિપ માટે તા. ૨૮-૦૨-૨૦૧૮ ના રોજ જે ઓફિસમાં ફરજ બજાવતા હતા તે ઓફિસના ઉપાડ/પગાર અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.
જી.પી.એફ ધારકોને જાણ કરવામાં આવે છે કે સ્લિપ સ્વિકારતી વખતે સ્લિપનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી અને જો ભૂલ/વિસંગતતા હોય તો જી.પી.એફ સ્લિપ પાછળ આપેલ સુચના મુજબ ઉચિત આધાર પુરાવા શેડ્યુલ/ચલણની કોપી સાથે અથવા જી.પી.એફ ખાતા ધારકોને તેમના ખાતામાં કોઈ ભૂલ કે ફરીયાદ કે અન્ય કોઈ વણ ઉકેલ સમસ્યા હોય તો તેના નિવારણ અંગે સુશ્રી ગીતા રધુ (આઇ.એ.એસ), ડેપ્યુટી અકાઉંટેંટ જનરલશ્રી, પ્રધાન મહાલેખાકારશ્રી ની કચેરી-ગુજરાત, રાજકોટ – ૩૬૦૦૦૧ પર તથા વેબસાઈટ www.agguj.cag.gov.inઉપર ઓનલાઈન ફરીયાદ નિવારણ પ્રણાલીનો ઉપયોગ કરી શકાશે.
જી.પી.એફ ખાતાની ઓનલાઇન સ્થિતિ(online status) જોવા માટે ઈ-જી.પી.એફની સુવિધા વેબસાઈટ www.agguj.cag.gov.in૫ર મળી શકશે તેમજ વર્ષ દરમ્યાન જી.પી.એફ ધારકોના ખાતામાં થતા વ્યવહારોની જાણકારી તેમના મોબાઈલ નંબર ઉપર એસ.એમ.એસ દ્વારા સુવિધા આપવાનું વિચારાધીન છે તે માટે જી.પી.એફ ધારકોએ પોતાના મોબાઈલ નંબર, કાર્યાલયના રેકર્ડ મુજબસાચી જન્મતારીખ, જી.પી.એફ ખાતા નંબર, સિરીજ ની સબંધિત માહિતી પોસ્ટ/ઈમેઈલના માધ્યમથી જાણ કરવાની રહેશે તેમ, સિનીયર એકાઉંટ ઓફિસરની યાદીમાં જણાવવામાં આવ્યુછે