દારૂ, ક્ન્ટેનરઅને મોબાઇલ મળી રૂ૭૭.૫૪ લાખનો મુદામાલ કબજે: અમૃતસરના શખ્સે દારુ મોકલ્યાનું ખુલ્યું
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પરપ્રાંતિક શરાબના વિશાળ જથ્થા સાથે આવેલું એક વિશાળ ક્ન્ટેનર અહીંની પોલીસે ઝડપી લીધું હતું. જેમાંથી ૧૧,૩૪૦ બોટલ વિદેશી દારુ મળી આવતા પોલીસે રૂ ૭૭.૫૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. એ કાર્યવાહી દરમ્યાન સ્થાનીક શખ્સ અંધારાના લાભ લઇ નાસી છુટવામાં સફળ રહ્યો હતો.
આ પ્રકારની પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પરપ્રાંતિય શરાબનો મોટા પ્રમાણમાં જથ્થો ઠાલવવામાં આવવાનો હોવાની બાતમીના આધારે જીલ્લાપોલીસ વડા રોહન આનંદની સુચના મુજબ અહિંના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે તથા એસ.ઓ.જી. ના પી.આઇ. કે.જી. ઝાલા દ્વારા ગતરાત્રે સધન પેેટ્રોલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જીલાના ભાણવડ પંથકમાં ગતરાત્રે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન ભાણવડ તાલુકાના કપુરડી ગામના પાટીયા પાસે વાહનોનું ચેકીંગ કરાયું હતું. આ દરમ્યાન રાત્રીના આશરે બે વાગ્યાના સુમારે એન.એલ.૦૧ એન.૫૧૭૭ નંબરનું એક ક્ધટેનર નીકળતા ઇન્ચાર્જ પી.આઇ. ડી.બી. ગોહીલ તથા સ્ટાફના દેવશીભાઇ ગોજીયાને મળેલી બાતમીના આધારે તેનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. પોલીસના ધનિષ્ઠ ચેકીંગને જોઇ જતાં કલીનર સાઇડ બેઠેલો એક શખ્સ તુરંત ઉતરીને નાશી છુટફો હતો.
આ ક્ન્ટેનરનું ચેકીંગ કરતાં તેમાંથી સંખ્યામાં વિદેશી દારુ ભરેલી પેટીઓ મળી આવી હતી. આ ક્ન્ટેનરમાંથી રોયલ સ્ટગ વ્હીસ્કીની ત્રણ હજાર બોટલ, મેકડોવેલ નં.૧ વ્હીસ્કીની ર૭૧ર બોટલ તથા રોયલ ચેલેન્જ ત્રણ હજાર બોટલ, મેજીક મોમેન્ટ વોડકા ૧ર૦૦ બોટલ, સીગ્નેનર વ્હીસ્કી ૧ર૦ બોટલ, બ્લેન્ડર પ્રાઇડ અલ્ટ્રા પ્રિમીયમ વ્હીસ્કી ૧૦૮ બોટલ, એપીસોડ કલાસીક વ્હીસ્કી ૧ર૦૦ બોટલ મળી કુ ૧૧,૩૪૦ બોટલ વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. આમ પોલીસે રૂ. ૫૬,૭૦,૦૦૦ ની કિંમતના વિદેશી દારુ તથા રૂ બે હજારની કિંમતના ત્રણ નંગ મોબઇલ ફોન ઉપરાંત રૂ.૮૧,૭૦૦ ની રોકડ રકમ પણ કબ્જે કર્યા છે. આ સાથે રૂ વીસ લાખની કિંમતના ક્ન્ટેનર ટ્રક મળી કુલ રૂ ૭૭,૫૨,૭૦૦ ના મુદામાલ સાથે પોલીસે ટ્રક ચાલક ગુરદેવાસિંગ સરવનસિંગ જાટ રહે ફિરોજપુર ખાદર તા જાનસર ઉતરપ્રદેશ ની ધરપાડ કરી હતી. જયારે તેમની સાથે આવેલા અને પોલીસને જોઇ ફરાર થઇ ગયેલા શખ્સના મોબાઇલ નંબર મેળવી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ દારુનો જથ્થો સંદર્ભે લવજીતસિંહ ઉર્ફે લવલી ગુરુમીતસિંગ જાટ રહે ખાસા તા.જી. અમૃતસરનું પણ નામ ખુલતા આગળની કાર્યવાહી ભાણવડ પોલીસને સોંપવામાં આવી છે.
વિદેશી દારુ અંગેની આ કામગીરીમાં એસ.ઓ.જી. સ્ટાફના મહમદભાઇ બ્લોચ, હરદેવસિંહ જાડેજા, વરેન્દ્રસિંહ જાડેજા, ઇરફાનભાઇ ખીરા, નાગડાભાઇ ગઢવી, જેસલસિંહ ધર્મેન્દ્રસિંહ એલ.સી.બી. પી.આઇ. એલ.ડી. ઓડદરા તથા સ્ટાફ જોડાયા હતા.