જસદણમાં સ્પીડ બ્રેકર બનાવવાના પ્રશ્ર્ને નગરપાલીકાના ચીફ એન્જીનીયર અને એક પાલીકાના પૂર્વ કર્મચારી કચેરીમાં જ બાખડી પડતા આ અંગે સામસામી પોલીસ ફરિયાદ થયેલ છે. જસદણ નગરપાલીકામાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા શૈલેષ બળવંત રાવલ જયારે ફરજ પર હતા ત્યારે પાલીકાનો પૂર્વ કર્મચારી કલ્પેશ હીકુ બારૈયા આવીને કહેવા લાગ્યો કે મારા ઘર પાસે સ્પીડ બ્રેકર કેમ બનાવતો નથી કેમ કહી બહાર ગ્રાઉન્ડમાં કાઢી લમધારતા આ અંગે શૈલેષ રાવલએ ફરજમા રૂકાવટ અને મારમાર્યાની પોલીસ ફરિયાદ કલ્પેશ બારૈયા સામે નોંધાવેલ છે.
જયારે સામા પક્ષે કલ્પેશ બારૈયાએ પણ પોતાની જાતી પ્રત્યે અપમાનીત કર્યાની અને મારમાર્યાની પોલીસ ફરિયાદ શૈલેષ રાવલ સામે કરતા પોલીસે બંને સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આ બનાવ એ પાલીકા કર્મચારી અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને ચકચાર જગાડી છે.