આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદમાં ભાગ લેવા જનારા બીસીસીઆઈના અમિતાભ ચૌધરીએ ઈંગ્લેન્ડમાં ટી-૨૦ મેચ જોવા રોકાવું હોય તો સ્વખર્ચે રોકાવવું પડશે: સીએઓ
સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત કરાયેલી પ્રશાસકોની સમિતિ (સીઓએ) અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) વચ્ચે ચાલી રહેલો વિવાદ થોભવાનું નામ નથી લેતો. સુપ્રીમની કમિટીએ ક્રિકેટ બોર્ડના માંધાતાઓ પર લગામ ખેંચી છે. કમિટીએ કડક વલણ અપનાવ્યું છે અને બોર્ડના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીને કહ્યું છે કે જો તેઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદ આઈસીસીની વાર્ષિક બેઠક બાદ પણ ઈંગ્લેન્ડમાં રોકાવું છે અને ઈન્ડિયા-ઈંગ્લેન્ડનો ટી-ટવેન્ટી મેચ જોવો છે તો તેઓએ સ્વખર્ચે રોકાવવું પડશે.
જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ ખાતે આગામી ૨૮ જુનથી ૨ જુલાઈ સુધી આઈસીસીની બેઠક મળવાની છે. સીઈઓએ કહ્યું છે કે જો ચૌધરીએ ત્રણ ટી-૨૦ મેચ માટે ઈંગ્લેન્ડમાં રોકાવું છે તો તે માટે પૈસા બોર્ડ આપશે નહીં. તેઓએ પોતાના ખર્ચે રોકાવવું પડશે. સીઈઓએ બીસીસીઆઈ અધિકારીને એક મેઈલ કરી જણાવ્યું છે કે, તેઓએ વિદેશ જવા માટે સીઈઓ પાસેથી મંજુરી લીધી નથી એટલા માટે તેમને માત્ર ડબલિનમાં થનારી આઈસીસીની બેઠકમાં જ હિસ્સો લેવાની મંજુરી મળે છે જે ૨૮ જુનથી ૨ જુલાઈ સુધી ચાલશે.
ઈંગ્લેન્ડ બેઠકમાં જવા માટે મુસાફરી અને હોટેલનો ખર્ચ બોર્ડ આપશે પરંતુ તે બેઠક સુધી જ ઈંગ્લેન્ડની ત્રણ ટી-૨૦ મેચોની સીરીઝ માટે ઈંગ્લેન્ડના રોકાવાનો કોઈ ફાયદો બોર્ડને દેખાતો નથી આથી એ ખર્ચ બોર્ડ આપશે નહીં.