ગ્રાહકને નાણાં ભર્યાની ડમી પહોંચ આપતા પોસ્ટ સતાવાળા દ્વારા ફોજદારી
મોરબી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીએ ગ્રાહક પાસેથી જીવનવિમો ભરવાના નાણા લીધા બાદ તે નાણાં પોસ્ટમાં જમા નહિ કરાવતા પોસ્ટ સતાવાળાઓએ ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીની સબ ડિવિઝન પોસ્ટ ઓફીસમાં ડાક સહાયક તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ હરજીભાઈ સોલંકીએ મોરબીમાં રહેતા જયેશભાઈ સેતા પાસેથી જીવનવિમા પોલીસીના ભરવાના ૧૫,૧૧૨ રૂપિયાની રકમ લીધા બાદ ડમી પહોંચ આપી હતી, આ મામલે ગ્રાહકને જાણ તેમણે ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરી હતી.વધુમાં નાણાંની ઉચાપત કરવાના આ કિસ્સામાં સબ ડિવિઝન પોસ્ટ ઓફીસના ઇન્સ્પેક્ટર યોગેશભાઈ કનૈયાલાલ જોષીએ આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નાણા ઉચાપતની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.