પાટીદાર મહિલા પ્રમુખ તથા ક્ષત્રીય મહિલાની ઉપપ્રમુખ પદે વરણી
સુરેન્દ્રનગર જીલ્લામા 4 ધારાસભ્ય કોગ્રેસના છે પરંતુ મોટાભાગની નગરપાલિકા ભાજપશાસીતથઇ ગઇ છે. હાલમાજ નગરપાલિકામા અઢી વષઁના શાસન બાદ લિમડી, વઢવાણ તથા ધ્રાગધ્રા નગરપાલિકામા પ્રમુખની ચુટણી થઇ હતી જેમા લીમડી અને ધ્રાગધ્રા નગરપાલિકામા પ્રમુખ તરીકે ભાજપના જ સદશ્યો હતા અને ભાજપ ચુટણી બાદ પોતાની સત્તા જાળવવા બખુબી સફળ રહ્યા પરંતુ વઢવાણ નગરપાલિકામા ભાજપે કોગ્રેસ પાસેથી પણ સત્તા આંચકી લઇ કોગ્રેસનુ નાક કાપ્યુ હોય તેવુ કહી શકાય તેવામા જીલ્લાના દરેક તાલુકામા ચાલતા વિધાનસભાની ચુટણી બાદથી કોગ્રેસ પક્ષના કાયઁકરો તથા આગેવાનોમા આંતરીક જુથવાદ કોગ્રેસપક્ષને સત્તા વિહોણા બનાવવા માટે મોખરે રહે છે.
તેવામા હાલ જીલ્લા પંચાયત અને ધ્રાગધ્રા તાલુકા પંચાયતના પ્રમુખની ચુટણી પણ થવા જઇ રહી છે જ્યારે કોગ્રેસ પાસે રહેલી જીલ્લા પંચાયતની સીટ બચાવવા તમામ 18 સભ્યોને અજ્ઞાત સ્થળે લઇ જવાયા છે પરંતુ અગાઉ ધ્રાગધ્રા તાલુકા પંચાયતની સીટ બચાવવા ભાજપે પોતાની જાળ ગોઠવી દીધી હતી જેમા કેટલાક તાલુકા પંચાયત ના સભ્યો આ જાળમા ફસાયા હતા આજે ધ્રાગધ્રા તાલુકા પંચાયતમા પ્રમુખની ચુટણી હોય અને અગાઉ જ પંચાયતમા બિનહરીફ પ્રમુખ તરીકે ધ્રાગધ્રા તાલુકાના ભરાડા ગામના રેખાબેન ધીરુભાઇ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે ચતુરબેન જયેન્દ્રસિંહ ઝાલાની વરણી થઇ હતી.
અગાઉ ભાજપે પંચાયતની સત્તા કોગ્રેસ પાસેથી આચકી લેવા પાંચથીસાત સભ્યોને પોતાની તરફ આકઁષ્યા હતા પરંતુ મહામહેનત બાદ કોગ્રેસ પોતાની સત્તા બચાવવામા કામયાબ થયા હતા. જ્યારે તાલુકા પંચાયતમા અઢી વષઁ માટે મહિલા અનામત હતી પરંતુ હવેના અઢી વષઁ માટે સામાન્ય મહિલાની સીટ હોવાથી કોગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભામા ઠાકોર સમાજને ટીકટ આપવાના લીધે બેલેન્સ કરવાથી પાટીદાર મહિલાને તાલુકા પંચાયતમા પ્રમુખ પદ આપ્યુ હોવાનુ જાણવામળ્યુ છે. ત્યારે ધ્રાગધ્રા તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપ પ્રમુખ બિન હરીફ તરીકે ચુટાતા હવે કોગ્રેસના આગેવાનોએ રાહતનો શ્વાસ લીધો છે.