જમ્મુ-કાશ્મીરમાં ભાજપે પીડીપી સરકારને સમર્થન પાછું ખેંચ્યું છે. તેનાથી રાજ્યમાં ફરી અસ્થિરતા આવી છે. રાજ્યમાં 12 વર્ષથી ગઠબંધન સરકારોનો દોર ચાલ્યો છે, પરંતુ કોઈ સરકાર કાર્યકાળ પૂરો કરી શકી નથી. આ પહેલાં રાજ્યમાં નેશનલ કોન્ફરન્સનો જ દબદબો રહ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 11 ચૂંટણી થઈ છે જ્યારે 7 વખત રાજ્યપાલ શાસન આવ્યું છે. આજે પણ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આમ, હવે જમ્મુ-કાશ્મીરમાં આઠમી વખત રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં પહેલી વખત 1957માં રાજ્યમાં ચૂંટણી થઈ. NCને 75માંથી 68 બેઠકો મળી. બખ્શી ગુલામ મોહમ્મદ વઝીર-એ-આઝમ બન્યા. 62માં NC જીતી.67-72માં કોંગ્રેસ જીતી. ’75માં ઈન્દિરાની શેખ અબ્દુલ્લા સાથે સમજૂતી થઈ.
President Ram Nath Kovind approved the imposition of Governor’s rule in Jammu and Kashmir, with an immediate effect
Read @ANI Story | https://t.co/ppG2yWLebe pic.twitter.com/2yFKhpTY4Q
— ANI Digital (@ani_digital) June 20, 2018