રૂ.૧૩૦૦૦નો દંડ વસુલ કરી ૧૨ કિલો પ્લાસ્ટીક જપ્ત કરાયું
રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જુદા જુદા વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટર તથા સેનેટરી સબ ઈન્સ્પેકટરની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકિંગ, પ્રતિબંધિત પાણીના પાઉચ ચેકિંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન કોઠારીયા રોડ, કેનાલ રોડ, મવડી રોડ, આનંદ બંગલા ચોક, રૈયા રોડ, રેલવે સ્ટેશન મેઈન રોડ, યાજ્ઞિક રોડ, ટાગોર રોડ, દેવપરા શાકમાર્કેટ, પારડી રોડ પર કુલ ૪૬ આસામીઓ પાસેથી ૧૨ કિ.ગ્રા. જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક તથા રૂ.૧૩,૦૦૦/- જેટલો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભભાઈ એમ.જીંજાળા, મદદનીશ પર્યાવરણ ઈજનેર ખેવનાબેન વકાણી, સેનીટેશન સુપ્રીટેન્ડ એચ.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ મધ્ય ઝોનના જુદા જુદા વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટર તથા સેનેટરી સબ ઈન્સ્પેકટર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકિંગ, પ્રતિબંધિત પાણીના પાઉચ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.