આજરોજ આવકવેરા વિભાગના કર્મચારીઓ દ્વારા ધરણા અને દેખાવો કરવામાં આવ્યા છે. મળતી વિગતમાં જાણવા મળ્યું છે કે, કર્મચારીઓની માંગ છે કે આવકવેરા વિભાગમાં નવી ભરતી કરવી, પ્રમોશન આપવું આઉટ સોસિંગ બંધ કરવું તે સહિતના મુદે યુનિયનના સભ્યોએ અનેક રજુઆતો કરી છે. આમ છતાં આ સંદર્ભે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
પરીણામે જોઈન્ટ કાઉન્સીલ ઓફ એકશન નેજા હેઠળ આજરોજ એક દિવસ આવક વેરાના કર્મચારીઓ ધરણા અને દેખાવો કરી રહ્યા છે. તેમજ કમગીરીથી અળગા રહ્યા છે. તેમ ગુજરાત ઈન્કમ ટેકસ ગેઝેટેડ ઓફિસર્સ એસો.ના પ્રમુખ ખોડુભા જાડેજાએ જણાવ્યું છે. આ ધરણા કાર્યક્રમમાં કે.આર.જાડેજા, આર.કે.સિંગલ, દિપકભાઈ ભટ્ટ, ભરતભાઈ રાજયગુરુ, શ્રીમંત, સંજય ખુસ્લાણી, કિરીટ મહેતા સહિતના બહોળી સંખ્યામાં જોડાયા છે.