સ્કાઉટના વિદ્યાર્થીઓ તેઓને કરાવવામાં આવતી અવનવી પ્રવૃત્તિઓમાં આગળ પડતા રહે છે. ત્યારે મોટી સ્કુલના સ્કાઉટના કુલ ૯૨ વિદ્યાર્થીઓને કુદરત રમ્ય વાતાવરણમાં પ્રકૃતિના ભરપેટ આનંદને માણવા પ્રધ્યુમનપાર્કમાં લઈ જવામાં આવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ત્યાં રહેલા પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, ચિત્તા, હરણ વગેરેની માહિતીઓ આપવામાં આવી હતી. ત્યાં વિવિધ પ્રકારના સાપ અને તેની જાતી વિષે પણ જુદી જુદી માહિતી આપવામાં આવી હતી.
તેમજ પ્રાણીઓ સાથે સાથે પક્ષીઓની પણ સમજણ આપેલ હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગાશન કરાવેલ અને અવનવી રમતો રમાડેલ હતી. વિદ્યાર્થીઓએ મનભરીને આ કુદરતી વાતાવરણને
માણ્યું હતુ, ને પ્રાણી સંગ્રાહાલયની મુલાકાત કરીને તેઓ ખુબજ પ્રભાવિત થયા હતા.