વ્યકિતગત, પારિવારીક, સામાજીક તેમજ શૈક્ષણિક જીવન પર ગેમીંગ ડિસઓર્ડરની અસરો
મોબાઇલ ફોનની રમતો પર બાળકો અને યુવાનો દિવસ રાત ચોંટી રહેતા હોય છે એવામાં પણ એડવેન્ચર સ્પોટર્સ અને સ્ટારડસ્ટ જેવી રમતો યુવા વર્ગને વધુ આકર્ષે છે. વિડીયો ગેમ્સ અને ડીજીટલના બંધાણ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. વિડીયો ગેમ્સ અને ડિજીટલ વળગરને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને માનસિક અસ્થિરતાનું કારણ જણાવ્યું છે.
અભ્યાસ પ્રમાણે ગેમીંગનું વળગર રમતોના સ્વભાવ પ્રમાણે મગજ પર અસર કરે છે અને સમય રહેતા તે એટલું નકારાત્મક બને છે કે માનસિક સ્થિતિને અસ્થિર પણ કરી શકે છે હેલ્થ નિષ્ણાતોએ કહ્યું કે સિસ્ટમ તેમજ ટેકનોલોજીના વ્યસનધારી લોકોને જલ્દી બચાવવા જરુરી છે.
આ વળગરને ગેમીંગ ડિસઓર્ડર કહેવાય છે જેના મુખ્ય ત્રણ ઘટકો છે ગેમીંગ ડિસઓર્ડર ધરાવતા વ્યકિત તમામ અન્ય એકટીવીટીને એક તરફ મૂકીને દિવસ રાત ગેમીગમાં જ રહેતા હોય છે.
તેની અંગત જીવન, પારીવારિક સબંધો, સામાજીક તેમજ શૈક્ષણિક વ્યવહારો પર અસરો થાય છે. આ ડિસઓડરથી ઉંઘ અને ભોજન પર પણ અસરો થાય છે.
હાલ આયકેટ્રીકસ આ બિમારીના નીકાલ માટે ડિજીટલ ડિટોકસની શોધ કરી રહ્યા છે જે સ્કીન પરથી છુટતા રેડિએશનથી થતા નુકશાન અટકાવી શકે.