જે ખેડૂતોએ ધિરાણ લીધુ ન હોય તેવા ખેડૂતો પણ લાભ લઈ શકે છે
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખરીફ-૨૦૧૬ી અમલી બનેલ છે. પીએમએફબીવાય અંતર્ગત લાભ લેનાર ખેડૂતોને જુદા-જુદા જોખમો સામે વીમાનું રક્ષણ પુરૂ પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત ધિરાણ લેનાર તમામ ખેડૂતોને આવરી લેવામાં આવે છે. તા જે ખેડૂતોએ ધિરાણ લીધુ ન હોય તેવા ખેડૂતો પણ પ્રીમીયમની રકમ ભરી યોજનાનો લાભ લઈ શકે છે.
સુરેન્દ્ર નગર જિલ્લાામાં તા.૫ માર્ચ ૨૦૧૮ના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઠરાવી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ખરીફ સીઝન માટે તાલુકા પ્રમાણેના પાકો નોટીફાઈડ યેલ છે. જે આ મુજબ છે. ધ્રાંગધ્રા તાલુકા માટે, બાજરી, મગ, અડદ, મગફળી, એરંડા, તલ, કપાસ પિયત, કપાસ બિન પિયત, દસાડા તાલુકા માટે બાજરી, અડદ, એરંડા, તલ, કપાસપિયત, બિન પિયત, લખતર તાલુકા માટે ડાંગર બિનપિયત, અડદ, એરંડા, તલ, કપાસ પિયત, કપાસ બિન પિયત, વઢવાણ તાલુકા માટે એરંડા, તલ, કપાસ પિયત, બિન પિયત, મુળી તાલુકા માટે મગ, મગફળી, એરંડા, તલ, કપાસ પિયત, કપાસ બિન પિયત, ચોટીલા તાલુકા માટે કપાસ પિયત, બાજરી, મગફળી, કપાસ બિન પિયત, સાયલા તાલુકા માટે, બાજરી, મગફળી, એરંડા, તલ, કપાસ પિયત, કપાસ બિન પિયત, ચુડા તાલુકા માટે કપાસ પિયત, એરંડા, તલ, કપાસ બિન પિયત, લીંબડી તાલુકા માટે બાજરી, એરંડા, તલ, કપાસ પિયત, કપાસ બિન પિયત, થાનગઢ તાલુકા માટે કપાસ પિયત, બાજરી, મગફળી, કપાસ બિન પિયત નોટીફાઈડ યેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના જુદા-જુદા તાલુકા માટે નોટીફાઈડ યેલા પાકો પૈકી મગફળી, ડાંગર બિન પિયત, બાજરી, મગ, અડદ, તલ, એરંડા પાકનો વિમો ઉતારવા ખેડૂતોએ ૨ ટકા અવા ખરેખર પ્રિમીયમ દર (બે માંથી જે ઓછું હોય તે) જયારે કપાસ પિયત, કપાસ બિન પિયત માટે ૫ ટકા અવા ખરેખર પ્રિમીયમ દર (બે માંથી જે ઓછું હોય તે) પ્રિમીયમ ભરવાનું થાય છે. ખરીફ-૨૦૧૮ ઋતુમાં સુરેન્દ્રનગર જિલ્લા માટે યુનિવર્સલ સોમ્પો જનરલ ઈન્સ્યુંરન્સ કંપની લી. વિમા કંપની તરીકે નકકી યેલ છે. ખરીફ-૨૦૧૮ દરમિયાન પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો લાભ લેવા અરજી કરવા માટેની છેલ્લી તારીખ કપાસ પિયત/બિન પિયત, ડાંગર બિન પિયત, બાજરી, મગફળી, મગ, તલ તા અડદ પાક માટે ૧૫ જુલાઈ-૨૦૧૮ તા એરંડા પાક માટે ૩૧ ઓગસ્ટ -૨૦૧૮ નકકી કરવામાં આવી છે. તેમ નાયબ ખેતી નિયામક સુરેન્દ્રેનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.