ધ્રાગધ્રા તાલુકાના ચુલીગામે પલ્ટી થયેલી કારમા તાત્કાલિક 108ની મદદથી બે વૃધ્ધ સહિત દિકરાનો જીવ બચાવાયો.
સરકાર દ્વારા 108 એમ્બુલન્સની મદદ અકસ્માત સહિત ઇમરજન્સી સેવાઓ માટે વરદાનરુપ સાબિત થઇ છે ત્યારે ધ્રાગધ્રા હાઇવે પર અવાર-નવાર અકસ્માતના બનાવો બનતા નજરે પડે છે તેવામા હર હંમેશ તાત્કાલિક ઇમરજન્સી સારવાર માટે 108 સેવાના લીધે કેટલાય લોકો મોતના મુખ માથી બહાર નિકળેલા ઉદાહરણો પણ હયાત છે તેવામા હાલમા જ ધ્રાગધ્રા તાલુકા ના ચુલીગામ પાસે હાઇવે પર અમદાવાદ તરફથી આવતી અલ્ટોકારના ચાલકે પોતાના સ્ટેઇરીંગ પર થી કાબુ ગુમવતા કાર પલ્ટી થઇ ગઇ હતી.
હાઇવેની સાઇડ ઉપર ઉતરી ગયેલી કારમા બે વૃધ્ધ દંપતિ તથા કારચાલક તેઓનો પુત્ર હતો કારપલ્ટી થઇ જતા ત્યાથી નિકળતા રાહદારીઓ દ્વારા તાત્કાલિક 108ને ટેલીફોનીક માહિતી આપતા 108 ઇમરજન્સી સેવા માત્ર ગણતરીની મિનીટોમા જ આવી પહોચી હતી. 108ના ચાલક વિરેન્દ્રસિંહ પરમાર તથા કેતનભાઇ ત્રીવેદી દ્વારા ગંભીર રીતે ઘાયલ પરીવારને 108ની મદદથી તાત્કાલીક ધ્રાગધ્રા સરકારી હોસ્પીટલે પહોચાડી સારવાર શરુ કરાતા વધુ પઢતી ઇજાઁગ્રસ્ત પામેલ વૃધ્ધદંપતીનો જીવબચાવી લીધો હતો જ્યારે 108 સેવાના આ બંન્ને કમીઁઓને લોકોએ પણ વધાવી પ્રશંસા કરી હતી.