સુરત મ્યુનિ.ના આરોગ્ય વિભાગે શહેરમાં દરોડા પાડીને બીઆઈએસ સર્ટીફીકીટે ન ધરાવતા ડ્રીંન્કીંગ વોટર પ્લાન્ટ સામે કાર્યવાહી કરી છે. લાયસન્સ ન ધરાવતા આઠ પ્લાન્ટને સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરતી સંસ્થાઓ પર દરોડા પાડીને ૫૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કર્યું છે.
સુરત મ્યુનિ.ના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારમાં ડ્રીંકીંગ વોર પ્લાન્ટ પર તપાસ હાથ ધરી હતી. જેમાં બીઆઈએસ સર્ટીફીકેટ તથા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાર્ન્ડડ એક્ટ ૨૦૦૬ અન્યવયે લાયસન્સ ન હોય તેવી સંસ્થા સામે કામગીરી કરી હતી. મ્યુનિ.ની તપાસ દરમિયાન કતારગામ, ઉધના, લિંબાયત ઝોનમાં આઠ વોટર પ્લાન્ટ પાસે લાયસન્સ ન હોવાથી સીલ કરી દીધા છે.
આ ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટીક પર અંકુશ મેળવવા માટે મ્યુનિ. તંત્રએ લિંબાયત ઝોનમાં પ્લાસ્ટીક બેગ વિક્રેતાને ત્યાં દરોડા પાડયા હતા. જેમાં નેશનલ ડિસ્પોઝલ, વિષ્ણુ ટ્રેડર્સ, લક્ષ્મી ટ્રેડર્સ, આઈ.જી. પ્લાસ્ટીક, માતાજી ટ્રેડર્સ અને બ્રહાણી ડિસ્પેોઝલનામી સંસ્થામાંથી ૫૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરીને ૨૪ હજાર રૃપિયાનો વહિવટી ચાર્જ વસુલ્યો હતો.
કયા પ્લાન્ટ સીલ કરાયા :
હિમ વોટર બેવરજીસ – કતારગામ,
હેલ્ધી વોટર – વેડરોડ,
વિસાત બેવરેજીસ – ઉધના મગદલ્લા રોડ,
સીટીઝન વોટર – પરવત ગામ,
રાજા વોટર – વરિયાવ ગામ,
નીર વોટર – નીલગીરી રોડ,
રાધિકા બેવરેજીસ- સ્વાગત વોટર – મહાપ્રભુનગર,
સનરાઈઝ બેવરેજીસ – ડીંડોલી-ગોડાદરા રોડ,