દરરોજ હવેથી ૧૮૦ પરમીટો અપાય તેવી શકયતા
સાંસણમાં ટ્રીપ દરમિયાન ૩૦ના સ્થાને હવેથી ૬૦ વાહનોને મંજૂર કરાશે
ચિખલ કુબા તેમજ ગિર સેુચ્યુરીમાં નવા બે ટૂરીઝમ ઝોન ઉભા કરવા વિચારણા
ગિરના જંગલમાં ગેરકાયદે લાયન શો થતાં હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. લાયન શો માટે સરકારના નિયમો કડક હોવાથી ગેરકાયદે લાયન શોને વેગ મળ્યો હોવાનું માનવામાં આવે છે. પરિણામે હવે આવી પ્રવૃતિ અટકાવવા માટે સરકાર લાયન શોની પરમીટો સરળતાી આપશે.
લાયન શો માટે પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી સરકારે ચિખલ કુબા અને ગિરનાર સેચ્યુરીમાં વધુ બે નવા ટુરીઝમ ઝોન ઉભા કરવાનો નિર્ણય પણ લીધો છે. મળતી વિગત અનુસાર સોમ થી શુક્ર દરમિયાન લાયન શો માટે અત્યાર સુધી ૯૦ પરવાનગી અપાતી હતી જે વધારીને ૧૫૦ સુધી કરવાનો નિર્ણય લીધો છે. જયારે શનિ-રવિમાં ૧૫૦ની જગ્યાએ હવેથી ૧૮૦ પરમીટ મળશે.
સાંસણમાં લાયન શો માટે સામાન્ય રીતે ૩ ટ્રીપ કરવામાં આવે છે. જેમાં દરેક ટ્રીપ દરમિયાન ૩૦ વાહનોની પરવાનગી આપવામાં આવતી હોય છે.
જો કે હવેથી ૩૦ના સને ૫૦ વાહનોને દરેક ટ્રીપમાં મંજૂરી આપવામાં આવશે. જયારે વિક એન્ડ દરમિયાન આ ટ્રીપની સંખ્યા વધારી ૬૦ સુધી લઈ જવાશે. આ ઉપરાંત સાંસણ ટુરીઝમ ઝોનમાં બસ ચલાવવાની શકયતાઓ પણ તપાસવામાં આવી રહી છે.
હાલ તુલસીશ્યામ નજીક ચિખલ કુબા તેમજ ગિરનાર નજીક ટુરીઝમ ઝોન માટે સર્વે ચાલી રહ્યો છે. રાજય સરકારે વન વિભાગ પાસે આ મામલે રિપોર્ટ મંગાવ્યો છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે ચિફ મિનિસ્ટર રૂપાણીએ ગેરકાયદે લાયન શોની પ્રવૃતિ અટકાવવા સંવેદનશીલ નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે, સિંહોને મારણ કરતા બતાવવા માટે ગેરકાયદે લાયન શોમાં પ્રવાસીઓ પાસેથી રૂપિયા ૧૦ હજાર જેટલી મોટી રકમ ઉઘરાવવામાં આવે છે. આ ઉપરાંત સિંહે જે ભેંસનું મારણ કર્યું હોય તેના વળતર રૂપે રૂ.૧૦ હજાર વન વિભાગ પાસેથી પણ મેળવે છે. પરિણામે એક ભેંસના ૨૦ હજાર અવા તેનાથી વધુ રૂપિયા મળે છે.
આવી પ્રવૃતિઓને રોકવાના પ્રયાસના ભાગરૂપે ગુજરાત સરકાર હવેથી લાયન શો માટે પ્રવાસીઓને છૂટી અને ઝડપી મંજૂરી આપશે. પ્રવાસીઓની સંખ્યા વધશે. સરકારી મંજૂરીથી લાયન શો માણવા મળતો હોય તો ગેરકાયદે લાયન શો માટેનું જોખમ કોઈ લેશે નહીં તેવો તર્ક આ નિર્ણય પાછળ હોવાનું જણાય આવે છે.
સાવજોના ગળે સરકારી પટ્ટો લાગી જશે
ગિર અભ્યારણ્યમાં એશિયાટીક સિંહો ઉપર ચાંપતી નજર રાખવા માટે સરકાર પ્રયત્નશીલ છે. ટૂંક સમયમાં દરેક સિંહોના ગળે સરકારી રેડીયો કોલર લગાવવામાં આવશે. જૂનાગઢ, ગિર સોમના અને અમરેલી જિલ્લાના સિંહો ઉપર નજર રાખવા માટે આ નિર્ણય લેવાયો છે. અહીં ઉલ્લેખનીય છે કે, દેશના કેટલાક ભાગોમાં વાઘ ઉપર નજર રાખવા માટે રેડીયો કોલરનો ઉપયોગ કરવામાં આવે છે. આ રેડીયો કોલરમાં જીપીએસ હશે તેમજ સિંહની ઉંમર અને તેના વિસ્તાર સહિતની વિગતો કોલરમાં સમાવી લેવાશે. આ કામગીરી એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. જેના હેઠળ ૬૦૦ સિંહોને રેડીયો કોલર પહેરાવાશે. કામગીરી પાછળ રૂ.૨ કરોડનો ખર્ચ થશે.